મારી પાસે એફિડેવિટ લઈને આવ્યો હતો ફડણવીસનો માણસ, દેશમુખે DyCM પર લગાવ્યા આરોપ

PC: pudhari.news

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અને NCP (શરદચંદ્ર પવાર) નેતા અનિલ દેશમુખે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે,  ફડણવીના એક મધ્યસ્થે તેમણે કેસમાં ફસાવાથી બચવા માટે એક ઓફર આપી હતી. દેશમુખ મુજબ, આ ઓફરમાં પૂર્વની મહા વિકાસ અઘાડી સરકારમાં મહત્ત્વપૂર્ણ હસ્તીઓ વિરુદ્ધ એફિડેવિટ આપવા કહેવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી PTI મુજબ, અનિલ દેશમુખે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે તથા કથિત તેમની પાસે એક માણસ મોકલ્યો હતો, જે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર આદિત્ય ઠાકરે, તત્કાલીન નાણામંત્રી અજીત પવાર અને તત્કાલીન પરિવહન મંત્રી અનિલ પરબની ફસાવવાની એક એફિડેવિટ લઈને આવ્યો હતો.

તેમણે આગળ કહ્યું કે, વ્યક્તિએ તેમને કહ્યું કે જો કેસમાં ફસતા બચવું છે તો તેમણે એ એફિડેવિટ પર હસ્તાક્ષર કરી દેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે અનિલ દેશમુખના આ આરોપો પર નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બધા આરોપોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, અનિલ દેશમુખને ખબર હોવી જોઈએ કે તેમની પોતાની પાર્ટીના નેતાઓએ મને ઘણા પૂરાવા આપ્યા છે. ફડણવીસે કહ્યું કે, જો મારી વિરુદ્ધ ખોટા આરોપ લગાવવા આવે છે તો હું એ પુરાવાઓને સાર્વજનિક કરી શકું છું. મારી પાસે તેનો વિકલ્પ ખુલ્લો છે.

તેમણે અનિલ દેશમુખને ચેતવણી પણ આપી કે જો તેઓ તેમની વિરુદ્ધ ખોટા આરોપ લગાવે છે તો તેઓ પણ ચૂપ નહીં બેસે. ફડણવીસે કહ્યું કે, જ્યારે ફૂટ આવવા NCPના કેટલાક નેતાઓએ મને તેમની બાબતે કેટલાક ઓડિયો ટેપ આપ્યા છે, જેમાં તેઓ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સચિન વાજે બાબતે વાત કરી રહ્યા છે. જો દેશમુખ તેમની વિરુદ્ધ ખોટ આરોપ લગાવવાનું ચાલુ રાખે છે તો તેઓ એ ઓડિયો ટેપને સાર્વજનિક કરી દેશે.

ફડણવીસે કહ્યું કે, દેશમુખે અગાઉ પણ તેમની વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા, પરંતુ તેમણે જવાબ ન આપ્યો કેમ કે તેઓ આ પ્રકારની રાજનીતિ કરતા નથી. જો કોઈ મને ફરીથી નિશાનો બનાવે છે તો હું તેમને ક્યારેય નહીં છોડું, અનિલ દેશમુખ વિરુદ્ધ આરોપ ભાજપ સરકાર દરમિયાન નહીં, પરંતુ મહાવિકાસ અઘાડી શાસન દરમિયાન લગાવવામાં આવ્યા હતા. અનિલ દેશમુખ હાલમાં 100 કરોડ રૂપિયાની બળજબરીપૂર્વક વસૂલીના કેસમાં જામીન પર છે. ફડણવીસે કહ્યું કે, જો કોઈ ખોટા આરોપ લગાવીને કહાની ઘડી રહ્યું છે તો તેને ખબર હોવી જોઈએ કે હું પુરાવા વિના કંઇ બોલતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp