BJPની પહેલી લિસ્ટમાં કેમ ન આવ્યું નીતિન ગડકરીનું નામ? ફડણવીસે બતાવ્યું કારણ

PC: telegraphindia.com

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ ક્યારે જાહેર થશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણી માટે સીટ ફાળવણીને અંતિમ રૂપ આપતા જ નીતિન ગડકરીનું નામ જાહેર કરી દેવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસે આ દરમિયાન શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)થી લોકસભાની ટિકિટ આપવા સંબંધિત ઓફરની નિંદા કરી.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, નીતિન ગડકરી અમારા પ્રમુખ નેતા છે. તેઓ નાગપુરથી ચૂંટણી લડે છે, જ્યારે ભાજપની ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરવામાં આવી હતી તો મહાયુતિના સહયોગીઓ વચ્ચે કોઈ ચર્ચા થઈ નહોતી. એક વખત મહાયુતિનો નિર્ણય આવી જશે અને ચર્ચા થશે તો સૌથી પહેલા નીતિન ગડકરીનું નામ આવશે. ઠાકરેની પોતાની પાર્ટીની સ્થિતિ સારી નથી. એવી પાર્ટીના પ્રમુખ નીતિન ગડકરી જેવા રાષ્ટ્રીય સ્તરના નેતાને પ્રસ્તાવ આપવો એવું જ છે જેમ કોઈ મહત્ત્વહીન વ્યક્તિને અમેરિકન રાષ્ટ્રપતિ બનાવવાની રજૂઆત કરી રહી હોય.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે એક રેલીને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની તાકત દેખાડવી જોઈએ. ગડકરીએ દિલ્હી સામે ઝૂકવાની જગ્યાએ રાજીનામું આપવું જોઈએ. અમે MVA ઉમેદવારના રૂપમાં તેમનો મતવિસ્તાર સુનિશ્ચિત કરીશું. ઉલ્લેખનીય છે કે, ભાજપે પોતાની પહેલી લિસ્ટ થોડા દિવસ અગાઉ જાહેર કરી છે. તેમાં નીતિન ગડકરી સિવાય ઘણા અન્ય મોટા નેતાઓના નામ નહોતા.

ઉલ્લેખનીય છે કે, નાગપુર લોકસભા સીટથી 2 વખત સાંસદ રહેલા નીતિન ગડકરી 2014થી ભારતીય રાજનીતિમાં એક પ્રમુખ વ્યક્તિ રહ્યા છે. ખેર હવે જોવાનું એ રહેશે કે બીજી લિસ્ટમાં નીતિન ગડકરીનું નામ આવે છે કે નહીં. અને જો આવે છે તો તેમને કઇ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp