નિર્મલા સીતારમણે અત્યાર સુધીમાં ઇતિહાસ રચ્યા અને બજેટની પરંપરાઓ પણ બદલી

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024ના દિવસે ફરી એક વાર બજેટ રજૂ કરવાના છે. આ વખતનું બજેટ વચગાળાનું બજેટ હશે. નાણાં મંત્રી નિર્મલી સીતારમણે દેશના પહેલા ફુલટાઇમ મહિલા નાણા મંત્રી બનવાનો ઇતિહાસ રચ્યો હતો, હવે વચગાળાનું બજેટ રજૂ કરનારા તેઓ પહેલો મહિલા નાણાં મંત્રીનો પણ ઇતિહાસ રચશે.

તેમણે દરેક બજેટ વખતે પરંપરા બદલી છે. 2019માં જ્યારે નિર્મલાએ બજેટ રજૂ કર્યું ત્યારે વર્ષોની અંગ્રેજોની બ્રિફ કેસ લઇને લોકસભામાં બજેટ રજૂ કરવાની પરંપરા તેમણે તોડી હતી અને લાલ કલરના વહી ખાતા લઇને ગયા હતા.વર્ષ 2020માં 2 કલાકને 42 મિનિટ બજેટ ભાષણ આપનારા પણ નિર્મલા પહેલાં નાણાં મંત્રી બન્યા છે. વર્ષ 2021માં તેમણે પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. તેમણે હલવા રસમની પરંપરા તોડીને મિઠાઇના બોક્સ આપ્યા હતા.

તેમના કાર્યકાળમાં અર્થંતંત્રમાં ભારે ઉથલ પાથલ પણ થઇ. કોરાના મહામારી અને લોકડાઉનમાં ભારતનું અર્થતંત્ર ડાઉન થઇ ગયું હતું, પરંતુ તેમની નીતિને કારણે ભારતનું અર્થતંત્ર ફરી મજબુત બન્યું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp