ત્રીજી વખત લોકસભામાં એવું બન્યું જેમાં ઉત્તર પ્રદેશનો દબદબો જોવા મળ્યો

લોકસભાના ઇતિહાસમાં ઉત્તર પ્રદેશનું એક અલગ જ સ્થાન રહ્યું છે. એમ કહેવાય છે કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. ત્રીજી વખત લોકસભામાં એવું બન્યું જેમાં ઉત્તર પ્રદેશનો દબદબો જોવા મળ્યો.

લોકસભામાં ત્રીજી વખત એવું બન્યુ કે પ્રધાનમંત્રી અને વિપક્ષ નેતા સંસદીય ક્ષેત્રના એક જ રાજ્યમાંથી આવતા હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી સાંસદ છે અને રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ છે જેમને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા.

1989માં ઉત્તર પ્રદેશની ફતેહપુર બેઠક પરથી જીતેલા વી. પી. સિંહ દેશના વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે અમેઠીથી સાંસદ બનેલા રાજીવ ગાંધી વિપક્ષ નેતા બન્યા હતા. 1999માં જ્યારે ઉત્તર પ્રદેશની લખનૌ બેઠક પરથી અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા ત્યારે સોનિયા ગાંધી અમેઠીની બેઠક જીતીને વિરોધ પક્ષના નેતા બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp