ડૉ.રાજેન્દ્ર પ્રસાદથી માંડીને મુર્મુ સુધી રાષ્ટ્રપતિની કારમાં કેટલા બદલાવ થયા
દેશના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદથી માંડીને હાલના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના કાફલામાં વપરાતી કારમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે.
દેશના પહેલા રાષ્ટ્રપતિ જ્યારે ડો. રાજેન્દ્ર પ્રસાદ હતા ત્યારે અમેરિકાથી કાર આયાત કરવામાં આવી હતી. પ્રેસિડન્ટના કાફલામાં કેડિલીક કંટ્રી ક્ન્વર્ટેબલ કાર હતી. એ પછી 1992થી 1997 સુધી રાષ્ટ્રપતિ રહેલા શંકર દયાળ શર્મા પહેલાં એવા રાષ્ટ્રપતિ હતા જેમને બુલેટ પ્રુફ કાર મળી હતી. તે વખતે તેમના કાફલામાં મર્સિડીઝ બેંઝ W124 કાર હતી. એ પછી 1997-2002 સુધી કે આર નારાયણ પ્રેસિડન્ટ રહ્યા અને તેમણે પણ આ જ કારનો ઉપયોગ કર્યો હતો.
ડો. અબ્દુલ કલામ 2002થી 2007 રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમને મર્સિડીઝ બેંજ 140 આપવામાં આવી હતી. પરંતુ 2007માં તેમણે હિંદુસ્તાની એમ્બેસેડર કારનો ઉપયોગ શરૂ કરી દીધેલો
2007માં પ્રતિભા પાટીલ જ્યારે પ્રેસિડન્ટ બન્યા ત્યારે તેમને મર્સિડીઝ બેંઝ ક્લાસ 600 કાર આપવામાં આવી હતી. દ્રોપદી મુર્મુ હવે આ જ કારનો ઉપયોગ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp