26th January selfie contest

દિલ્હી રિઝલ્ટ પછી PM મોદીની શુભેચ્છાનો CM કેજરીવાલે આપ્યો આવો જવાબ

PC: khabarchhe.com

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ CM અરવિંદ કેજરીવાલ પર શુભેચ્છાનો વરસાદ થયો હતો, જેમાં PM નરેન્દ્ર મોદી પણ બાકાત નહોતા. PM નરેન્દ્ર મોદીએ રિઝલ્ટના દિવસે સાંજે CM અરવિંદ કેજરીવાલને શુભેચ્છા આપતા ટ્વીટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી ચૂંટણીમાં વિજયી થવા બદલ અભિનંદન આપી દીધા છે. PM નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિજયી થવા બદલ AAP અને અરવિંદ કેજરીવાલજીને અભિનંદન. દિલ્હીની જનતાની આકાંક્ષાઓને પૂરી કરો તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

આ ટ્વીટનો CM અરવિંદ કેજરીવાલે જવાબ આપતા ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમારો આભાર સર, હું આપણી રાજધાનીને વાસ્તવમાં વર્લ્ડ ક્લાસ સિટી માટે કેન્દ્ર સાથે મળીને કામ કરવાની આશા રાખું છું.

અમિત શાહે આપ્યું હારનું કારણ...

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ ખરાબ હાર બાદ ગૃહમંત્રી અમિત શાહ પહેલીવાર સામે આવ્યા હતા અને આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે દિલ્હીમાં હારનું કારણ પણ જણાવ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે 'ગોળી મારો' અને 'ભારત-પાક મેચ' જેવા નિવેદનોથી ભાજપના નેતાઓએ બચવું જોઈતું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટી આવા નિવેદનોથી પોતાને અલગ રાખે છે. ન્યૂઝ એજન્સી PTIને અમિત શાહે કહ્યું હતું કે, પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવતા નફરતભરેલા નિવેદનોને કારણે ભાજપને ચૂંટણીમાં નુકસાન વેઠવું પડ્યું છે. અમે ચૂંટણી જીતવા કે હારવા માટે લડતા નથી. ચૂંટણીઓ ઘણી પાર્ટીઓ માટે સરકાર બનાવવા અને સરકારને પાડવા માટે હોય છે. ભાજપ એક વિચારધારા આધારિત પાર્ટી છે, અમારા માટે ચૂંટણી પણ અમારી વિચારધારા વધારવા માટેની ચૂંટણી હોય છે. અમે માત્ર વિજય પરાજય માટે ચૂંટણી લડતા નથી. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની ચૂંટણી અંગેનું મારું આંકલન ખોટું સાબિત થયું.

કોંગ્રેસે હાર સ્વીકારી...

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, અમે હાર સ્વીકાર કરીએ છીએ. આ હારથી અમને એ વાતનો એહસાસ જરૂર થયો છે કે અમને જનાદેશ નથી મળ્યો, પરંતુ કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓમાં નિરાશા નથી. નવનિર્માણનો સંકલ્પ છે. અમે દિલ્હી માટે કામ કરતા રહીશું. અત્યારસુધીના પરિણામોથી સ્પષ્ટ છે કે, આમ આદમી પાર્ટીની જીત થઈ છે. અમે કોંગ્રેસ પાર્ટી તરફથી કેજરીવાલજીને શુભેચ્છા આપીએ છીએ. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ ચીફ સુભાષ ચોપડાએ કહ્યું હતું કે, હું જનાદેશ સ્વીકાર કરું છું અને કેજરીવાલજીને શુભકામના આપું છું. કોંગ્રેસ હારી છે, પરંતુ હતાશ નથી. જે અમારી ક્ષમતા હતા, તે મુજબ અમે દિલ્હીની જનતા સામે અમારા વિચાર રાખ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp