શું ED-CBIના ડરથી ભાજપમાં જોડાયા? કૈલાશ ગેહલોતે આપ્યો જવાબ

PC: twitter.com

17 નવેમ્બરે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કૈલાશ ગેહલોત દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટરમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા, જેમાં ભાજપના નેતા મનોહર લાલ ખટ્ટર, દુષ્યંત ગૌતમ અને હર્ષ મલ્હોત્રા હાજર રહ્યા હતા. ભાજપમાં શામેલ થયા બાદ કૈલાશ ગેહલોતે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી છોડવી સરળ નહોતી. આ ફેંસલો મેં એક રાતમાં નથી લીધો. જે લોકો એ નેરેટિવ બનાવે છે કે મેં કોઈ દબાણમાં આવીને નિર્ણય લીધો છે, તો તે ખોટું છે. મેં આજ સુધી કોઈ પણ દબાણમાં કોઈ કામ નથી કર્યું. 2015થી મારા રાજકીય જીવનમાં મેં ક્યારેય કોઈ દબાણમાં કામ નથી કર્યું.

તેમણે રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે, જે નેરેટિવ બનાવવામાં આવી રહ્યું છે કે મેં ED અથવા CBIના દબાણમાં આમ આદમી પાર્ટી છોડી છે, તો તે વાત ખોટી છે. હું વ્યવસાયે વકીલ છું. હું વકાલત છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, કારણ કે મને એક પાર્ટીમાં એક વ્યક્તિમાં આશા દેખાઈ હતી. મારો ઉદ્દેશ ફક્ત લોકોની સેવા કરવાનો હતો.

તેમણે રાજીનામું આપવાનું કારણ લોકોને આપેલા વચનો પૂરા ન કરવાનું જણાવ્યું છે. આ અંગે તેમણે પૂર્વ CM અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે.

રાજીનામામાં તેમણે યમુનાની સફાઈ અને કેજરીવાલના બંગલાના નિર્માણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ગેહલોતે કહ્યું કે અમે ગત ચૂંટણીમાં યમુનાને સાફ કરવાનું વચન  આપ્યું હતું પરંતુ અમે યમુનાને સાફ કરી શક્યા નથી. 

વધુમાં કૈલાશ ગેહલોતે લખ્યું છે કે, નવા બંગલા જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો છે, જે હવે દરેકને શંકામાં નાખી રહ્યા છે કે શું અમે હજુ પણ આમ આદમીમાં વિશ્વાસ કરીએ છીએ. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જો દિલ્હી સરકાર  પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સરકાર સામે લડવામાં વિતાવે છે તો તેની વાસ્તવિક પ્રગતિ નહીં થાય. મારી પાસે AAPથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.

આ પત્રમાં તેમણે આગળ કહ્યું કે 'હું તમારી સાથે એ પણ શેર કરવા માગું છું કે આજે પાર્ટી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે, આ એ જ મૂલ્યોના પડકારો જેણે અમે એક સાથે લઈને  આવ્યા છે. રાજકીય મહત્વાકાંક્ષાઓ લોકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓથી આગળ નીકળી ગઈ છે અને ઘણા વચનો અધૂરા રહ્યા છે. ઉદાહરણ તરીકે યમુના જેને અમે સ્વચ્છ નદી બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ અમે તે ક્યારેય ન કરી શક્યા, હવે યમુના પહેલા કરતા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે.

કૈલાશ ગેહલોતે AAP પર મોટા આરોપો લગાવતા કહ્યું કે, 'બીજી પીડાદાયક વાત એ છે કે લોકોના અધિકારો માટે લડવાને બદલે અમે ફક્ત અમારા રાજકીય એજન્ડા માટે લડી રહ્યા છીએ, તેના કારણે દિલ્હીના લોકોને પ્રાથમિક સેવાઓ પણ પૂરી પાડવી મુશ્કેલ છે. મેં મારી રાજકીય સફર દિલ્હીની જનતાની સેવા કરવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરી હતી અને હું આમ કરવાનું ચાલુ રાખવા માગું છું, તેથી મારી પાસે કોઈપણ પક્ષ સાથે અલગ થવાનો કોઈ વિકલ્પ નથી અને હું પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp