‘બંદુકના બળે હીરાનંદાની પાસે લીધું એફિડેવિટ..’ મહુઆ મોઇત્રાના ગંભીર આરોપો

PC: hindustantimes.com

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છેલ ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદનો કેસ સદનની એથિક્સ કમિટી પાસે છે. કમિટી 26 ઓક્ટોબરના રોજ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ‘કેશ ફોર ક્વેરી’ની ફરિયાદ પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદ નિશિકાંત દુબે અને વકીલ જય આનંદ દેહાદ્રાઇની સુનાવણી કરશે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર અદાણી ગ્રુપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધવા માટે બિઝનેમેન દર્શન હીરાનંદાની તરફથી સંસદમાં સવાલ પૂછવા માટે લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.

આ આરોપ બાદ આ મામલે રિયલ એસ્ટેટ અબજપતિ નિરંજન હીરાનંદાનીનો દીકરા દર્શન હીરાનંદાની સરકારી સાક્ષી બની ગયા છે. તેમણે દાવો કર્યો કે, તેમણે કેન્દ્ર સરકારને સવાલ પૂછવા માટે મહુઆ મોઇત્રાની સંસદીય લોગઇનનો ઉપયોગ કર્યો હતો. તૃણમૂલ સંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ બિઝનેસમેન દર્શન હીરાનંદાનીએ મોટા આરોપ લગાવ્યા છે. હીરાનંદાનીએ એક સાઇન કરેલી એફિડેવિટમાં કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસની સાંસદે વડાપ્રધાન મોદીને બદનામ કરવા માટે બિઝનેસસમેમ ગૌતમ અદાણી પર નિશાનો સાધ્યો.

તેનું કહેવું છે કે મહુઆ મોઇત્રાનું ઉદ્દેશ્ય વડાપ્રધાનને બદનામ કરવાનું છે કેમ કે તેમની પ્રતિષ્ઠાના કારણે વિપક્ષ તેમના પર હુમલો કરી શકતું નથી. હીરાનંદાની ગ્રુપના CEO દર્શન હીરાનંદાનીએ પોતાની એફિડેવિટ આપી છે. તેમાં તેમણે કહ્યું કે, અદાણી ગ્રુપ બાબતે સાંસદમાં સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઇત્રાના સંસદીય લોગઇનનો ઉપયોગ કર્યો હતો. પોતાની એફિડેવિટમાં તેમણે સ્વીકાર્યું કે સરકારના સ્વામિત્વવાળી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની કંપનીના LNG ટર્મિનલની જગ્યાએ ઓરિસ્સામાં ધામરા LNG આયાત સુવિધા કેન્દ્રને પસંદ કર્યા બાદ તેમણે અદાણી પર નિશાનો સાધતા સવાલ પૂછવા માટે મહુઆ મોઇત્રાના સંસદીય લોગઇનનો ઉપયોગ કર્યો હતો.

હીરાનંદાનીએ દાવો કર્યો કે મહુઆ મોઇત્રાએ મોંઘી લક્ઝરી આઇટમ (હેન્ડબેગ વેગેરે) દિલ્હીમાં તેમના બંગ્લાનું સમારકામ, યાત્રા ખર્ચ, રજાઓ સિવાય દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાઓ પર યાત્રાઓ માટે તેમની ઘણી વખત મદદ લીધી. બિઝનેસમેનનું કહેવું છે કે વર્ષ 2017માં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં મહુઆ મોઇત્રા સાથે મુલાકાત થઇ. આ મુલાકાત બાદ તેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની નજીકના મિત્ર બની ગયા. હીરાનંદાનીનું એમ પણ કહેવું છે કે તેમને આશા હતી કે જે રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓની સરકાર છે ત્યાં બિઝનેસ વધારવામાં તેમને મદદ મળશે.

એફિડેવિટમાં શું લખ્યું?

હું મહુઆ મોઇત્રાને વર્ષ 2017થી જાણું છું. ત્યારે હું તેમના બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં મળ્યો હતો. એ સમયે મહુઆ મોઇત્રા બંગાળમાં ધારાસભ્ય હતા અને સમિટમાં ઉદ્યોગપતિઓને મળ્યા હતા. એ મુલાકાત બાદ હું અને મહુઆ મોઇત્રા સતત સંપર્કમાં રહ્યા અને ધીરે ધીરે નજીકના મિત્ર બની ગયા TMC સાંસદ મહુઆ મોઇત્રા ખૂબ મહત્ત્વકાંક્ષી હતા. તેઓ રાષ્ટ્રીય સ્તર પર જલદી પોતાનું નામ બનાવવા માગતા હતા. મહુઆ મોઇત્રાને તેમના નજીકનાઓએ સલાહ આપી કે તેમનો સૌથી નાનો રસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત હુમલો છે, પરંતુ તેમાં સમસ્યા હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા મોટા સ્તર પર છે.

ઘણી નીતિ, શાસન કે અંગત આચરણના સ્તર પર તેમના પર કોઇ આરોપ લગાવી શકાતો નહોતો. એવામાં મહુઆ મોઇત્રાને લાગ્યું કે, વડાપ્રધાન મોદી પર ગૌતમ અદાણી સાથે જોડાયેલા આરોપ લગાવી શકાય છે કેમ કે બંને સમકાલીન છે અને બંને ગુજરાતથી છે. અદાણીના વિકાસ સાથે કેટલાક બિઝનેસમેનમાં જેલસી હતી. એટલે તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાને તેમની પાસેથી મદદ મળી. મહુઆ મોઇત્રા જાણતા હતા કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અમારી કંપનીની જગ્યાએ ધર્મ LNG જે અદાણી ગ્રુપનું જોઇન્ટ વેન્ચર છે તેની સાથે લોંગ ટર્મ ટેક એગ્રીમેન્ટ કરવાની છે.

મહુઆ મોઇત્રા કેટલાક સવાલ તૈયાર કર્યા, જેથી સંસદમાં અદાણી ગ્રુપ પર પ્રહાર કરી શકાય. તેમણે મારી સાથે સંસદની E-mail ID અને પાસવોર્ડ શેર કર્યા, જેથી હું તેમને જાણકારી આપી શકું અને એ સવાલોને સંસદમાં ઉઠાવી શકાય. હીરાનંદાનીએ આરોપ લગાવ્યો કે, સંસદમાં અદાણી ગ્રુપ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે મહુઆ મોઇત્રાને પૈસા પણ આપ્યા હતા. જો કે, હવે આ મામલે મહુઆ મોઇત્રાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. મહુઆ મોઇત્રા સત્તાવાર લેટરહેડ અને નોટરીકરણની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા છે.

મહુઆ મોઇત્રાના 5 સવાલ

તેમણે કહ્યું કે, એમ લાગે છે કે દર્શન હીરાનંદાની પર દબાવ બનાવીને આ એફિડેવિટ પર સહી કરાવવામાં આવી. આ એફિડેવિટ સફેદ પેપર પર લખાવામાં આવી છે ન કે કોઇ સત્તાવાર લેટરહેડ કે નોટરી પર. સૌથી સન્માનિત બિઝનેસમેન સફેદ કાગળ પર સહી કેમ કરશે? તે એવું ત્યારે જ કરશે જ્યારે તેમના માથે બંદૂક રાખીને એમ કરાવવામાં આવે. તેમણે એફિડેવિટને એક મજાક બતાવી કેમ કે તેમનું કહેવું છે કે તેને કોઇ એવા વ્યક્તિએ લખી છે જેણે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાવા છે.

મહુઆ મોઇત્રાએ ટ્વીટર પર 5 સવાલ ઉઠાવ્યા છે. મહુઆ મોઇત્રાએ કહ્યું કે 3 દિવસ અગાઉ હીરાનંદાની ગ્રુપે એક સત્તાવાર પ્રેસ રીલિઝમાં કહ્યું કે, તેમના ઉપર લગાવવામાં આવેલા બધા આરોપ પાયાવિહોણા છે. આજે મીડિયામાં એફિડેવિટ લીક થઇ જાય છે આ એફિડેવિટ સફેદ પેપર પર છે, જે કોઇ લેટરહેડ નથી. હું કેટલાક સવાલ પૂછવામાં માગું છું. દર્શન હીરાનંદાનીને અત્યાર સુધી CBI કે કોઇ તપાસ એજન્સીના માધ્યમથી બોલાવ્યા નથી પછી તેમણે આ એફિડેવિટ કેવી રીતે આપી? એફિડેવિટ એક સફેદ પેપર છે ન કે કોઇ સત્તાવાર લેટરહેડ કે નોટરી પર. આખરે દેશના સૌથી સન્માનિત બિઝનેસમેન આ પ્રકારે સફેદ પેપર પર સહી કરશે. તે એમ ત્યારે જ કરશે, જ્યારે તેના માથા પર બંદૂક રાખવામાં આવી હોય.

કન્ટેન્ટ પૂરી રીતે મજાક છે. તેને PMOમાં કેટલાક એવા લોકો દ્વારા તૈયાર કરી છે જે ભાજપના IT સેલમાં એક ક્રિએટિવ રાઇટર તરીકે કામ કરે છે. તેઓ વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણી માટે ગીત ગાતા નજરે પડે છે. તેમાં તેમના દરેક પ્રતિદ્વંદ્વીને મારા અને મારા કથિત ભ્રષ્ટાચાર સાથે જોડવામાં આવ્યા. તેમાં જે લોકોના નામ લેવામાં આવ્યા છે તેમને જોઇને લાગે છે કે જેમ બધાનું નામ ઘૂસાડી દો, એવો અવસર ફરી નહીં આવે. પેરેગ્રાફ 12ના હિસ્સામાં લખ્યું કે દર્શને મારી માગો એટલે માની લીધી કેમ કે તેને મને નારાજ કરવાનો ડર હતો.

દર્શનના પિતા અને તે દેશના સૌથી પહેલા બિઝનેસમેન છે. તેઓ વડાપ્રધાન સાથે વિદેશ પ્રવાસો પર પણ વ્યાપારિક મંડળનો હિસ્સો બનીને જાય છે. એક એવા વ્યક્તિ જેમના દરેક મંત્રી અને PMO સુધી પહોંચ હોય, તેઓ કેવી રીતે વિપક્ષી સાંસદથી ડરી શકે છે. એ પૂરી રીતે અજીબ છે. દર્શન હીરાનંદાનીએ અત્યાર સુધી પ્રેસ કોન્ફરન્સ કેમ ન કરી. તેઓ ઇચ્છતા તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકતા હતા કે તેમની કંપની તેની જાણકારી આપી શકતી હતી. જો સાચે જ તેમણે આ વાત કહી છે તો તેમણે આ આરોપોને સત્તાવાર આવીને કહેવું જોઇએ, ન કે બેકડોરનો સહારો લેવો જોઇએ. સત્ય એકદમ ક્લિયર નજરે પડી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp