નેપાળમાં હિંદુ સંસ્કૃતિ ખતમ કરવાનું કાવતરૂં, જાણો કેમ અને કેવી રીતે?

PC: iyengaryogalondon.co.uk

નેપાળની કુલ વસ્તીમાં 80 ટકાથી પણ વધુ હિન્દુ છે, ત્યારબાદ બૌદ્ધ અને બાકી ધર્મ આવે છે. હવે આ દેશમાં ઓમ શબ્દ હટાવવા પર બહેસ ગરમ થઈ છે. નેપાળના ઘણા લોકોનું વિચારવું છે કે એવી જ રીતે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રતીક હટતા રહ્યા તો એક દિવસ નેપાળ સમાપ્ત થઈ જશે, પરંતુ સવાલ એ છે કે આખરે ઓમ શબ્દથી નેપાળ સરકારને શું પરેશાની છે, કયા કારણે તે તેને પોતાને ત્યાંથી હટાવવા માગે છે. વર્ષ 2012માં પહેલી વખત આ વાત પર ચર્ચા થઈ કે ડિક્શનરીથી ઓમ શબ્દ હટાવી દેવામાં આવે.

ત્યારે ત્યાંના શિક્ષણ મંત્રી દીનાનાથ શર્મા હતા. તે કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર હતી, જેના પર ચીનની ભારે અસર હતી. આ દરમિયાન ઓમ હટાવવાનો પ્રસ્તાવ આવ્યો, જેના પર એક કમિટી પણ બની. કમિટીના રિપોર્ટના આધાર પર હલંતવાળા બધા શબ્દ હટાવવાની વાત કરવામાં આવી. ઓમ તો સામેલ જ હતો, સાથે જ ધર્મ સાથે જોડાયેલા ઘણા અન્ય શબ્દ પણ હતા જેમ કે ઇન્દ્ર, બ્રાહ્મણ, બુદ્ધ, યુદ્ધ, ઇન્દ્ર, દ્વંદ્વ અને શ્રી. તેના તુરંત બાદ નેપાળના શિક્ષણ મંત્રાલયે પ્રજ્ઞા સંસ્થાથી છપાતા સત્તાવાર નેપાળી શબ્દકોશમાંથી ઓમ શબ્દ હટાવવાનો આદેશ આપ્યો હતો. જો કે ઘણા કારણોથી તેમાં અડચણ આવી ગઈ અને મામલો ટળી ગયો.

વર્ષ 2016માં તેના પર બે લોકોએ કોર્ટમાં અરજી દાખલ કરી. મામલો કોર્ટ સુધી પહોંચ્યા બાદ સરકારી આદેશ પર સ્ટે ઓર્ડર લાગી ગયો. હવે કોર્ટે તેના પર એક કમિટી બનાવવાની વાત કહી છે જેથી નક્કી થઈ શકે કે આ શબ્દ ડિક્શનરીમાં સામેલ રહે કે હટાવી દેવામાં આવે. ત્યારબાદ જ હોબાળો મચ્યો છે. ઘણી પાર્ટીઓનું કહેવું છે કે નેપાળ સરકાર પશ્ચિમી તાકતોના ચક્કરમાં આવીને પોતાના કલ્ચરને સમાપ્ત કરવા માગે છે. નેપાળમાં ધર્મ પરિવર્તન તેજીથી થઈ રહ્યું છે. ખાસ કરીને મિશનરિઝ આવીને લોકોને ઈસાઈ ધર્મ અપનાવવાની સલાહ આપી રહ્યા છે.

થિંક ટેન્ક ગાર્ડન કોનવેલ થિયોલોજીકલ સેમિન્રીના એક દશક જૂનો રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે નેપાળમાં ચર્ચ જેટલી ઝડપે વધ્યા છે, એ દુનિયામાં સૌથી વધુ છે. આ ધર્માંતરણ દલિત સમુદાયમાં વધુ દેખાઈ રહ્યું છે જે અગાઉ  બૌદ્ધ કે હિન્દુ હતા. ક્રિશ્ચિયન કમ્યુનિટિ સર્વે મુજબ થોડા વર્ષોમાં અહી 7,758 ચર્ચ બની ગયા અને બૌદ્ધ ધર્મને માનનારી મોટી વસ્તી ઈસાઈ ધર્મ અપનાવી ચૂકી છે. 70 ના દશક બાદ ક્રિશ્ચયાનિટી વાર્ષિક લગભગ 11 ટકા વધી. દેશનો મોટો ભાગ તેને લઈને પરેશાન છે અને ઓમ હટાવવાને પણ ષડયંત્રનો હિસ્સો માની રહ્યો છે.

સ્થિતિ એવી છે કે સરકારનો સપોર્ટ કરી રહેલી પાર્ટીઓ પણ તે બદલાવથી નાખુશ છે. હાલમાં નેપાળમાં વડાપ્રધાન પુષ્પ કુમાર દહલની સરકાર છે જે ઘણી પાર્ટીઓના ગઠબંધન સાથે કામ કરી રહી છે. હવે ગઠબંધનમાં પણ ઘણી પાર્ટી સરકાર વિરુદ્ધ આવી ચૂક્યા છે જે તેના પર વેસ્ટ સાથે સાથે ષડયંત્રમાં સામેલ થવાનો આરોપ લગાવી રહી છે. હાલમાં આ વાતમાં કોઈ સીધું કારણ દેખાઈ રહ્યું નથી. સરકારનું કહેવું છે કે અડધા શબ્દ કે કેસવાળા શબ્દોથી ખૂબ કન્ફ્યૂઝ થાય છે એટલે તેને હટાવી દેવા જોઈએ.

ભાષાના મામલામાં નેપાળમાં એકાએક ઘણી વસ્તુ બદલાઈ રહી છે. જેમ દેવનાગરી લિપિની જગ્યાએ યુનિકોડ એટલે કે સંખ્યાઓ બનાવનારી સ્ક્રિપ્ટના ઉપયોગની વાત થઈ રહી છે. સાથે જે ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ અંગ્રેજીમાં જ શરૂ થવા જઈ રહ્યો છે, જ્યારે અત્યાર સુધી આ વિષય નેપાળી ભાષામાં પણ ભણાવવામાં આવે છે. આ સરકારી નિર્ણયનો વિરોધ કરી રહેલા લોકોમાં હિન્દુ જ નહીં, બૌદ્ધ પણ સામેલ છે. આ ધર્મમાં પણ ઓમનો જાપ કરવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી નકારાત્મકતા સમાપ્ત થઈને મન અને શરીર શુદ્ધ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp