ગડકરીની આ સલાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ માનવી જોઇએ

PC: sentinelassam.com

કેન્દ્રીય રોડ, ટ્રાન્સ્પોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ ટનલિંહ ઇન્ડિયાના એક કાર્યક્રમમાં જે સલાહ આપી તેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ માનવા જેવી છે. ગડકરીએ તેમના ભાષણમાં ભૂપેન્દ્ર પટેલનું નામ તો નથી લીધું.

ગડકરીએ કહ્યું જ્યારે હું મુંબઇમાં 55 બ્રિજ બનાવી રહ્યો હતો ત્યારે એક વ્યકિતએ લીલા રંગને એક પાઉડર કોટીંગ સાથે મિક્સ કરીને કહ્યુ હતું કે આના પર ક્યારેય કાટ નહીં લાગે, પરંતુ થોડા સમયમાં જ કાટ લાગ્યો. એ માણસ મને મુર્ખ બનાવી ગયો, પરંતુ હવે દરિયાની આસપાસ 30 કિ.મીના વિસ્તારમાં પુલના નિર્માણ માટે સ્ટીલનો જ ઉપયોગ કરીશું.

ગડકરીએ કહ્યું કે, સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમામાં જો સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો પ્રતિમા તુટી નહીં પડતે.ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયા કિનારો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ઼ડકરીનીઆ સલાહ માનવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp