UKની ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાનીએ તોડી દીધો 37 વર્ષનો રેકોર્ડ

PC: itv.com

બ્રિટનની ચૂંટણીમાં આ વખત ભારતીયોનો ભારે દબદબો રહ્યો. સંસદમાં 26 ભારતીય મૂળના સાંસદ ચૂંટાઈને પહોંચ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટી (ટોરી) ચૂંટણી ભલે હારી ગઈ હોય, પરંતુ તે પાર્ટીના ચૂંટાયેલા નવા સાંસદ ભારતીય મૂળની શિવાની રાજાની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમણે આ વખત લાઇસેસ્ટર ઇસ્ટની સીટથી ચૂંટણી જીતી છે. શિવાનીએ લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને હરાવ્યા છે. નોંધનીય છે કે 27 વર્ષ બાદ આ સીટ પર કોઈ ટોરી નેતાની જીત થઈ છે.

લાઇસેસ્ટર ઇસ્ટની સીટ પર લેબર પાર્ટીની મજબૂત પકડ માનવામાં આવે છે. 37 વર્ષમાં પહેલી વખત આ સીટ પર ટોરી નેતાનો કબજો થયો છે. લાઇસેસત્ર ઇસ્ટમાં શિવાનીને 14,526 વોટ મળ્યા. રાજેશ અગ્રવાલ વિરુદ્ધ 4000 કરતા વધુ મતથી તેમની જીત થઈ. શિવાની ગુજરાતી મૂળના છે. તેમના પરિવારના લોકો દીવમાં રહેતા હતા. ચૂંટણી દરમિયાન શિવાની સતત બ્રિટનમાં રહેનારા ભારતીય પ્રવાસીઓ સાથે જોડાઈ રહી, જેનો ફાયદો પણ તેમને મળ્યો.

હાલમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ કથા સાંભળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તે ત્યાં ગરબા પણ રમી હતી. તેમણે ભારતમાં રહેનારા બ્રિટિશ વોટર્સને પ્રભાવિત કર્યા અને તેમને ઓનલાઇન વોટિંગ કરવાની પણ અપીલ કરી. ખાસ કરીને દીવ અને ગુજરાતમાં રહેનારા બ્રિટિશ લોકોને શિવાની રાજાએ સંપર્ક કર્યો. શિવાનીના માતા-પિતા 70ના દશકમાં કેન્યાથી લાઇસેસ્ટર ગયા હતા. તેમણે પોતાનો અભ્યાસ ડી મોન્ટફોર્ડ યુનિવર્સિટીથી પૂરો કર્યો અને ગ્રેજ્યુએશન ફાર્માસ્યૂટિકલ એન્ડ કોસ્મેટિક સાયન્સમાં કર્યું. ત્યારબાદ તેમણે ઘણી કોસ્મેટિક બ્રાન્ડ્સ સાથે કામ પણ કર્યું.

આ વખતની ચૂંટણીમાં લેબર પાર્ટીને 412 સીટો મળી છે. તો ટોરી 121 પર જ સમેટાઇ ગઈ. ત્યારબાદ ઋષિ સુનકે ટોરી ચીફ અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. લાઇસેસ્ટર એ જ શાહે છે જ્યાં વર્ષ 2022માં ક્રિકેટ મેચ દરમિયાન ભારત અને પાકિસ્તાનના ફેન્સ વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. આ વખત ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યું કે, કીર સ્ટાર્મરે પણ ભારતીય હિન્દુઓને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. તો તેમણે એમ પણ કહ્યું હતું ક સરકાર બન્યા બાદ તેઓ ભારત સાથે રણનીતિક સંબંધોને આગળ વધારશે, જેમાં મફત વેપાર સમજૂતી પણ સામેલ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp