શું ખરેખર હાટકેશ્વર બ્રિજ તોડવાનો ખર્ચ 52 કરોડ થશે? હર્ષ સંઘવીએ જણાવી હકીકત

PC: ianslive.in

અમદાવાદમાં વર્ષ 2022થી જર્જરિત હાટકેશ્વર બ્રિજ બંધ છે. ત્યારબાદ આ બ્રિજને તોડવા માટે અત્યાર સુધી 4 વખત ટેન્ડર કાઢવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના ટેન્ડરની પણ કહાની ખૂબ રસપ્રદ છે કેમ કે આ જર્જરિત બ્રિજને તોડવા માટે જાહેર કરવામાં પહેલા 2 ટેન્ડરમાં કોઈ કોન્ટ્રાક્ટરે રસ ન દેખાડ્યો નહોતો. ત્રીજી વખત જ્યારે ટેન્ડર કાઢવામાં આવ્યું તો મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે ટેન્ડર તો ભર્યું, પરંતુ એ પણ સરકી ગયો. તો મજબૂરીમાં ચોથી વખત પાલિકાને ટેન્ડર કાઢવું પડ્યું અને આખરે રાજસ્થાનના કોન્ટ્રાકટર વિષ્ણુપ્રસાદ પુંગલિયાએ 52 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર ભરીને આ બ્રિજ માટે રસ દેખાડ્યો, ત્યારબાદ આખરે હવે હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવશે તેવી આશા છે.

AMC માટે ગળાનો ફાંદ બની ચૂકેલો હાટકેશ્વર બ્રિજ છેલ્લા 2 વર્ષથી પૂરી રીતે બંધ છે. આ બ્રિજનું નિર્માણ વર્ષ 2017માં અજય ઇન્ફ્રા નામની કંપની દ્વારા 42 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. ત્યારે અજય ઇન્ફ્રાનો દાવો હતો કે આ બ્રિજનું આયુષ્ય 100 વર્ષ હશે, પરંતુ બ્રિજ નિર્માણના માત્ર 5 વર્ષમાં જ આ બ્રિજની મજબૂતી પર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા બાદ આ બ્રિજની સ્ટેબિલિટી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. અલગ અલગ એજન્સીઓ દ્વારા આપેલા રિપોર્ટ મુજબ, આ બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થવાની સ્પષ્ટતા બાદ બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજ બનાવનારી કંપનીને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી હતી.

હવે એવા સમાચાર વાયુવેગે પસરી ગયા છે કે હાટકેશ્વર બ્રિજને તોડવામાં સરકાર 52 કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે, પરંતુ ગુજરાત સરકારે આ સમાચારને ફગાવી દીધા છે. મંત્રી હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટર પર આ અંગે ખુલાસો કર્યો છે અને હકીકત જણાવી છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 52 કરોડ રૂપિયામાં જૂના બ્રિજને તોડીને નવો બ્રિજ પણ બનાવવામાં આવશે અને આ જે ખર્ચ થશે તે જૂનો બ્રિજ બનાવનાર કંપની પાસેથી વસૂલવામાં આવશે.

નિયમો મુજબ હવે આ ખર્ચ વર્ષ 2017માં બ્રિજનું નિર્માણ કરનારી કંપની અજય ઇન્ફ્રા પાસે વસૂલાશે. AMCના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, હાટકેશ્વર બ્રિજ જર્જરિત હોવાના કારણે છેલ્લા 2 વર્ષથી બંધ હતો. બ્રિજની સ્ટેબિલિટી રિપોર્ટને ધ્યાનમાં રાખતા અમે બ્રિજ બનાવનારી અજય ઇન્ફ્રા નામની કંપનીને ત્યારે જ બ્લેક લિસ્ટ કરી દીધી હતી.

ચેરમેને જણાવ્યું કે, 2 વર્ષથી આ બ્રિજને તોડવા માટે AMCએ અત્યાર સુધી 4 વખત ટેન્ડર કાઢ્યા, પરંતુ 3 વખત જાહેર કરાયેલા ટેન્ડરમાં કોઈ કંપનીએ રસ ન દેખાડ્યો. આખરે ચોથી વખત સારી પ્રક્રિયા કરતા ફરી એક વખત ટેન્ડર કાઢ્યું. હવે રાજસ્થાનની કંપનીએ 52 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત બ્રિજ તોડવા માટે તૈયાર છે. આગામી 2 અઠવાડિયામાં બધા નિયમો મુજબ બ્રિજ તોડવા માટે વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવશે.

આ બ્રિજ તોડવા માટે 18 મહિનાનો સમય લાગશે. જેના માટે થનારો ખર્ચ આ બ્રિજ બનાવનારી કંપની અજય ઇન્ફ્રા પાસે વસૂલવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ જર્જરિત થવાના કારણે છેલ્લા 2 વર્ષથી બંધ છે. તેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેનારા સ્થાનિક લોકો સૌથી વધુ પરેશાન છે, પરંતુ ભ્રષ્ટાચારનો બ્રિજ છેલ્લા 2 વર્ષથી આજ રીતે જર્જરિત હાલતમાં છે. આ બ્રિજના કારણે સર્વિસ રોડ પર લોકો ચાલીને અવરજવર પણ કરી શક્યતા નથી. ટ્રાફિક જામથી દરેક પરેશાન છે.

તો આ મામલે હવે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. હર્ષ સંઘવીએ આજતક ન્યૂઝ ચેનલની વીડિયો ક્લિપ શેર કરતા X પર લખ્યું કે, એક જવાબદાર અને અગ્રણી ચેનલના રૂપમાં તમારે પ્રકાશન અગાઉ તથ્યોની તપાસ કરવી જોઈએ. તથ્ય એ છે કે જૂના પુલને ધરાશાયી કરવા અને નવા પુલના નિર્માણનો સંયુક્ત ખર્ચ 52 કરોડ છે. નાવા પુલના નિર્માણની રકમને જૂના પુલના કોન્ટ્રાક્ટર પાસે વસૂલવામાં આવશે.

કોંગ્રેસની એક પોસ્ટને શેર કરતા હર્ષ સંઘવીએ લખ્યું કે, સાંભળો લાયર ગેંગ, કોંગ્રેસે દાવો કર્યો છે કે સરકાર અમદાવાદના હાટકેશ્વર પુલના ડિમોલિશન માટે 52 કરોડની રકમ ખર્ચ કરશે. જે ગેરમાર્ગે દોરનારી છે. હકીકત એ છે કે 52 કરોડ રૂપિયા જૂના પુલને તોડીને નવો બનાવવાનો ખર્ચ છે. નાવા પુલના નિર્માણની રકમને જૂના પુલના કોન્ટ્રાક્ટર પાસે વસૂલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp