મંત્રાલયમાં જે રજૂઆત માટે આવે તેને જમાડીને મોકલવા, હર્ષ સંઘવીએ શરૂ કરી પરંપરા

PC: twitter.com

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર રાજ્ય ગૃહ મંત્ર હર્ષ સંઘવીએ એવી પરંપરા શરૂ કરી છે જેની પ્રસંશા થઇ રહી છે. હર્ષ સંઘવીએ સુચના આપી છે કે, ગાંધીનગર ગૃહ મંત્રાલયમાં કોઇ પણ વ્યક્તિ રજૂઆત કરવા માટે આવે તો તેમને માન સન્માન સાથે જમાડીને જ રવાના કરવા. આના માટે તેમણે એક ટીમને કામ સોંપ્યું છે જે રજૂઆત કરનારા જમીને જાય તેનું ધ્યાન રાખે છે.

સૌથી નાની ઉંમરના મંત્રી હર્ષ સંઘવી મોટી સમજ ધરાવે છે. તેમના સુરતના કાર્યાલયમાં પણ એવી પરંપરા છે કે કોઇ પણ મળવા આવે તો તેમને ચા-પાણી અવશ્ય ઓફર કરવામાં આવે છે.

હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, જ્યારે દુર દુરથી લોકો ગાંધીનગર સુધી રજૂઆત કરવા આવતા હોય તેમણે કલાકોની રાહ જોવી પડતી હોય તો તેમને જમાડીને મોકલવા આપણી ફરજ છે.ગુજરાતની તો પરંપરા જ છે કે ઘર આંગણે આવેલો અતિથી ભુખ્યો ન જવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp