હરિયાણાના મુખ્યમંત્રી પદેથી મનોહરલાલ ખટ્ટરનું રાજીનામું, આ છે કારણ

PC: livemint.com

હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેર બદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે. સાથે જ આવી પણ માહિતી મળી રહી છે કે સહિત આખી કેબિનેટે રાજીનામું આપ્યું છે. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ભાજપ અને JJP વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મુખ્યમંત્રી આવાસ પર થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી મનોહરલાલ ખટ્ટર જ મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન અપક્ષ ધારાસભ્ય ભાજપના સમર્થનમાં આગળ આવ્યા છે.

તેની સાથે જ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને JJPનું ગઠબંધન તૂટી જવાનું નક્કી છે.જાણકારો મુજબ, ભાજપ કોટાથી પણ કેટલાક મંત્રીઓ પાસે રાજીનામું લઈ શકાય છે. એવામાં અપક્ષ ધારાસભ્યોની લોટરી લાગી શકે છે અને તેમને હરિયાણા મંત્રી મંડળમાં જગ્યા મળી શકે છે. નવા મંત્રીઓને મંગળવાર સાંજ સુધીમાં શપથ લેવડાવી શકાય છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે મળ્યા બાદ અપક્ષ ધારાસભ્ય નયનપાલ રાવતે મોટું નિવેદન આપ્યું છે.

નયનપાલ રાવતે કહ્યું હતું કે, ભાજપ-JJP ગઠબંધન તૂટવા જઇ રહ્યું છે. એવામાં હરિયાણામાં ભાજપ બધી 10 લોકસભા સીટો પર એકલી જ ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દળની બેઠક અગાઉ અપક્ષ ધારાસભ્ય રણધીર સિંહ ગોલન મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ધારાસભ્ય રણધીર ગોલન સાથે મુલાકાત કરી. એ અગાઉ અપક્ષ ધારાસભ્ય નયનપાલ રાવતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી.આજનો દિવસ હરિયાણામાં BJP-JJP ગઠબંધન સરકાર માટે ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.જાણકારો મુજબ આ બેઠક ભાજપ અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવવાના ફોર્મ્યૂલા પર રણનીતિ બનાવી શકે છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા મંગળવારે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનને લઈને ચર્ચા થવાની આશા છે. આ અગાઉ દુષ્યંત ચૌટાલાએ જે.પી. નડ્ડા સાથે મૂલાકાત કરી હતી. JJP, BJP પાસે લોકસભાની ચૂંટણીમાં 1-2 સીટ માગી રહી હતી, પરંતુ ભાજપ 2 સીટો આપવા માગતી નથી. જો JJP-BJPમાં સીટ શેરિંગને લઈને સમજૂતી થતી નથી તો JJPના પગલાં પર બધાની નજરો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp