હેમંત સોરેનના આ 3 નિર્ણયોએ અરવિંદ કેજરીવાલને વિચારવા મજબૂર કરી દીધા હશે
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુશ્કેલીમાં નાખી દીધા છે. હેમંત સોરેને EDની પૂછપરછ બાદ ધરપકડ થવા અગાઉ જ બુધવારે મોડી રાત્રે રાજ્યના રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધું. જાહેર છે કે તેમના નિર્ણયથી સૌથી વધુ ભયમાં કોઈ આવ્યું હશે તો એ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હશે. હેમંત સોરેનની ધરપકડ અગાઉ સુધી EDની નોટિસ પર દેશના 2 મુખ્યમંત્રીઓની પ્રતિક્રિયા એકદમ સરખી જોવા મળી રહી છે. કેજરીવાલ અને સોરેનને EDએ અલગ અલગ કેસોમાં પૂછપરછ માટે ઘણી વખત નોટિસ મોકલી, પરંતુ બંનેમાંથી કોઈ પણ ગંભીરતાથી લઈ રહ્યું નહોતું.હવે જ્યારે બંનેમાંથી એક મુખ્યમંત્રી સોરેનન ધરપકડ સાથે રાજીનામું પણ આપી ચૂક્યા છે તો નિશ્ચિત છે કે બીજા મુખ્યમંત્રી માટે બેચેની વધી ગઈ હશે.
સોરેનની જેમ જ સમન્સને હલકામાં લેનારા કેજરીવાલ હવે શું કરશે?
EDના સમન્સ પર કેજરીવાલે લગભગ હેમંત સોરેન જેવું જ સ્ટેન્ડ લઈ રાખ્યું છે. હેમંત સોરેનને અત્યાર સુધી 10 વખત પૂછપરછ માટે બોલાવાયા હતા અને કેજરીવાલને 5 વખત. આબકારી નીતિ કૌભાંડમાં EDએ દિલ્હીના મુખ્યમંત્રીને 31 જાન્યુઆરી સુધી 5 વખત સમન્સ મોકલ્યું છે. આ અગાઉ EDએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી,21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે કેજરીવાલને સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ હાજર ન થયા. EDના સતત સમન્સ જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ બધી પ્રક્રિયા કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેમને પૂછપરછના બહાને બોલાવીને ધરપકડ કરવા માગે છે. જો EDએ પૂછપરછ કરવી હોય તો તેઓ પોતાના સવાલ લખીને કેજરીવાલને આપી શકે છે. કેજરીવાલ અત્યાર સુધી હેમંત સોરેનની જેમ રજૂ થવા રાજી થઈ રહ્યા નહોતા.
સોરેનની જેવા જ હળતા મળતા જવાબ પણ આપી રહ્યા હતા કે EDનું સમન્સ ગેરકાયદેસર છે અને રાજનીતિથી પ્રેરિત વગેરે. અને આ મામલે આ બંને જ નેતાઓએ શરદ પવાર જેવું વલણ અપનાવ્યું. શરદ પવારે તો નોટિસ મળવા પર EDની ઓફિસ જઈને હાજર થવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ ED તરફથી શરદ પવારને કહી દીધું કે તેમણે ઓફિસ આવીને હાજર થવાની જરૂરિયાત નથી. જાહેર છે કે સામાન્ય જનતાના મનમાં આ ભયનો અર્થ કંઈક અલગ જ નીકળતો. કદાચ આ જ કારણ છે કે કેન્દ્ર સરકારના આ વલણ પર ન દિલ્હીમાં હોબાળો છે અને ન ઝારખંડમાં. નહિતર પોતાના પ્રિય નેતા સાથે આ પ્રકારની કાર્યવાહી થવા પર સમર્થક મરવા-મારવા ઉપર ઉતારું થઈ જાય છે. સોરેને જે પ્રકારે હોબાળો કર્યો અને ધરપકડ થઈ શું આગામી વખત કેજરીવાલ પણ રાજીનામું આપી દેશે? જે ધરપકડની પ્રતિક્ષા કરશે?
કલ્પના સોરેનની જગ્યાએ પરિવાર બહારના મુખ્યમંત્રી બનાવવા:
રાજકીય ગલિયારામાં એવી ચર્ચા હતી કે કેજરીવાલ પણ રાજીનામું આપવાની સ્થિતિમાં પોતાની પત્ની સુનિતા કેજરીવાલની તાજપોશી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજનીતિમાં કોઈ કોઈનું સગું હોતું નથી. દેશનો ઇતિહાસ રહ્યો છે કે પરિવારના કોઈ સભ્યને છોડીને જ્યારે પણ બીજાને સત્તા સોંપવામાં આવી, પછી એ વ્યક્તિ ગમે તેટલી ખાસ રહી હોય, જલદી જ હાથથી નીકળી ગઇ. કદાચ આ જ કારણ છે કે ક્ષેત્રીય પાર્ટીઓમાં પોતાના ઉત્તરાધિકાર માટે લોહીના સંબંધ જ નજરે પડે છે. બિહારમાં રાબડી દેવી તેનું ઉદાહરણ રહ્યા છે કે જે પ્રકારે તેમને સત્તા મળી, એ જ પ્રકારે તેમણે પોતાના પરિવારને પાછી સોંપી દીધી.
સોરેનની પણ એ જ પ્લાનિંગ હતી જો રાજીનામું આપવું પડ્યું તો પોતાની પત્નીને ગાદી સોંપી દેશે, પરંતુ કદાચ પાર્ટી અને પરિવારમાં કલેશને જોતા તેમણે પોતાનો નિર્ણય બદલાવો પડ્યો. જો કે, હવે સોરેન એ વાતનો ઇનકાર કરી રહ્યા છે કે તેમણે ક્યારેય પોતાની પત્નીને મુખ્યમંત્રી બનાવવાનું વિચાર્યું નહોતું. કદાચ ભાજપના પરિવારવાદી હુમલાઓથી બચવા માટે તેઓ એમ કરી રહ્યા હશે. હવે કેજરીવાલ સામે પડકાર આવી ગયો છે કે તેઓ ઇચ્છતા હોવા છતા પત્નીને સત્તા નહીં સોંપી શકે. કેમ કે એમ કરવા પર તેમના પર પણ પરિવારવાદનો આરોપ લાગશે. ભાજપ તેમને આ નિર્ણય પર ઘેરી શકે છે.
જેલથી સરકાર ચલાવવાના નિર્ણય પર પાણી ફેરવી દીધું સોરેને
કેજરીવાલ અને તેમની પાર્ટીના નેતા વારંવાર એ વાતનો દાવો કરતા રહ્યા છે કે જો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવે છે તો સરકાર કેજરીવાલ જ ચલાવશે. પછી તેમણે જેલથી જ કેમ ન સરકાર ચલાવવી પડે. પાર્ટીએ દિલ્હીની જનતા પાસે સૂચન માગ્યા હતા કે શું ધરપકડ થવાની દશામાં મુખ્યમંત્રી તિહાડ જેલથી પોતાની સરકાર ચલાવશે? જો કે, આ પ્રકારની વાતો હેમંત સોરેન પણ ધરપકડ અગાઉ કહી શકતા હતા. સોરેન ઇચ્છતા તો રાજીનામું આપવા પહેલા આ પ્રકારની ધમકી આપી શકતા હતા.
ઓછામાં ઓછા 2-3 દિવસ કે એક અઠવાડિયા સુધી મીડિયાની લાઇમલાઈટમાં રહેતા.પરંતુ તેમણે આ પ્રકારનો હોબાળો કરવાની જગ્યાએ પોતાના સમર્થકો વચ્ચે પોતાના માટે હમદર્દી જગાવવા માટે એક કવિતા લખીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.હવે સોરેન જે રસ્તો અપનાવ્યો છે, તેનાથી તેમની છબી એક ગરિમાપૂર્ણ આચારણવાળા મુખ્યમંત્રીની બની છે. આ જ કારણ છે કે જો કેજરીવાલ હવે એમ કહે છે કે તેઓ ધરપકડ બાદ તેઓ તિહાડથી સરકાર ચલાવશે તો તેમની તુલના સોરેન સાથે થવી વ્યાજબી છે. ઉલ્લેખનીય છે કે સોરેને એક એવું સ્ટાન્ડર્ડ સેટ કરી દીધું કે તેનાથી બહાર જવા પર કેજરીવાલ બની શકે કે પોતાના સમર્થકો પાસેથી નિંદા સહેવી પડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp