PM મોદીનું કામ સરમાએ શરૂ કરી દીધું-આસામ કોંગ્રેસમુક્ત થઇ જશે

PC: newsx.com

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોમવારે કહ્યું કે, રાહુલ ગાંધીનું ભવિષ્ય અંધકારમાં છે, તો તેમના ફોલોઅર્સનું ભવિષ્ય વધુ અંધકારમાં છે. 2026 સુધી, જ્યારે આસામમાં આગામી ચૂંટણી થશે, તો રાજ્યમાં કોંગ્રેસનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, કોંગ્રેસના વોટ આપવાનો અર્થ રાહુલ ગાંધીને વોટ આપવાનો છે. ભાજપને વોટ આપવાનો અર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ આપવાનો છે, જે લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે અને માને છે કે ભારત એક વિશ્વગુરુ (વૈશ્વિક નેતા) બનશે, તેઓ આ ચૂંટણીમાં ભાજપને વોટ આપશે.

તેમણે કહ્યું કે, જે લોકો રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ કરે છે, તેઓ જાણે છે કે તેમનું ભવિષ્ય અંધકારમય છે, પરંતુ તેમના અનુયાયીઓનું ભવિષ્ય હજુ વધારે અંધકારમય છે. પછી તેમણે વિસ્તારથી જણાવ્યું, તેમના અનુસાર પૂર્વોત્તરના રાજ્યોમાં કોંગ્રેસ કેમ કેટલાક નાના વિસ્તારો સુધી જ સીમિત રહી જશે. હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, છેલ્લા દોઢ મહિનામાં તમે એક મોટી તૂટ જોઈ છે. ઘણા કોંગ્રેસના સભ્ય અને કાર્યકર્તા ભાજપ અને આસામ ગણ પરિષદ (AGP)માં સામેલ થઈ ગયા. મારું માનવું છે કે 2026 સુધી આસામમાં કેટલાક નાના વિસ્તારોને છોડીને કોંગ્રેસ પાર્ટી દૂર ક્યાંય નહીં બચે.

તેમણે વધુમાં કહ્યું કે, તેમના ઘણા બધા નેતા લોકસભાની ચૂંટણી સુધી અમારી સાથે જોડાયેલા રહેશે. આ પ્રક્રિયા ચૂંટણી બાદ પણ ચાલુ રહેશે. તેમણે દાવો કર્યો કે આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા 2025 અગાઉ થોડા મહિનાની અંદર ભાજપમાં સામેલ થઈ જશે. તેમણે કહ્યું કે, મેં તેમના (ભૂપેન બોરા) માટે 2 સીટો તૈયાર કરી છે. કોંગ્રેસના બધા તૃણમૂલ સભ્ય અમારી સાથે જોડાશે. જો હું સોનિતપુરના કોંગ્રેસ ઉમેદવારને ફોન લગાવું તો તેઓ ભાજપમાં સામેલ થઈ જશે, પરંતુ હું એ ઈચ્છતો નથી. અત્યારે આસામ કોંગ્રેસ અમારા હાથમાં છે. એ બિલકુલ ફિક્સ્ડ ડિપોઝિટની જેમ છે, જ્યારે જરૂરિયાત હશે, અમે હાંસલ કરી લઈશું.

હિમંત બિસ્વા સરમાએ સોમવારે સાંજે સોનિતપુર સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર રંજીત દત્તા સાથે મુલાકાત કરી. ઉલ્લેખનીય છે કે, પૂર્વોત્તરના રાજ્યોની 25 સંસદિયા સીટોમાંથી વર્તમાનમાં ભાજપનો પોતાના સહયોગીઓ સાથે 18 સીટો પર કબજો છે, જેમાં આસામની 14માંથી 11 સીટો સામેલ છે. આસામમાં આગામી લોકસભાની ચૂંટણી માટે 19 એપ્રિલ, 26 એપ્રિલ અને 7 મેના રોજ મતદાન થશે. જ્યારે આખા દેશમાં 7 ચરણોમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થશે. પરિણામ 4 જૂને આવશે. એ સિવાય ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે જ સંપન્ન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp