11 સીટ અને 12 ઉમેદવાર, રોચક થઈ મહારાષ્ટ્ર MLCની ચૂંટણી,મુશ્કેલીમાં કેમ DyCM અજીત

PC: news.rediff.com

મહારાષ્ટ્ર વિધાનપરિક્ષાની 11 સીટો માટે દ્વિવાર્ષિક ચૂંટણી 12 જુલાઈએ થવાની છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પંકજા મુંડે અને ઉદ્ધવ ઠાકરેના અંગત સહાયક મિલિન્દ નાર્વેકર સહિત કુલ 12 ઉમેદવાર મેદાનમાં છે. શુક્રવારે ચૂંટણી માટે નામાંકન પરત લેવાની અંતિમ તારીખ હતી. વર્તમાન 11 વિધાન પરિષદોનો 6 વર્ષનો કાર્યકાળ 27 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. ભાજપે હાલમાં બીડથી લોકસભાની ચૂંટણી હારી ચૂકેલા પંકજા મુંડે સહિત અમિત ગોરખા, સદાભાઉ ખોત અને યોગેશ તિલેકરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે પરિષદના હાલના સભ્ય પરિણય ફૂકેને ફરીથી ટિકિટ આપી છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ પૂર્વ સાંસદ ભાવના ગવળી અને કૃપાલ તુમાનેને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નેતૃત્વવાળી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)એ શિવાજીરાવ ગર્જે અને રાજેશ વિટેકરને મેદાનમાં ઉતાર્યા છે. વિપક્ષ તરફથી કોંગ્રેસના હાલના વિધાન કાઉન્સિલર પ્રદન્યા સાતવને ફરીથી ટિકિટ આપી છે. પીજેન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટીના જયંત પાટીલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર (NCP-SP)ના ઉમેદવારના રૂપમાં ફરી ચૂંટણી લડી રહ્યા છે.

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના સહયોગી મિલિન્દ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા છે. જેથી લડાઈ રોચક થઈ ગઈ છે. એટલે કે મહાયુતિ તરફથી 9 અને મહવિકાસ અઘાડી તરફથી 3 ઉમેદવાર મેદાનમાં છે. મહાવિકાસ અઘાડી પાસે સંખ્યાબળ નથી, પરંતુ તેઓ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નેતૃત્વવાળી NCP અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના કેટલાક ધારાસભ્યો પર ભરોસો કરી રહી છે, જે તેમના પક્ષમાં મતદાન કરી શકે છે.

લોકસભાની ચૂંટણી બાદ એવા સમાચાર આવ્યા છે કે અજીત પવાર ગ્રુપના ઘણા ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં છે. તેનાથી અજીત પવારની મુશ્કેલી વધી ગઈ છે. તેમના પર ધારાસભ્યોને જ્યાં પોતાના પક્ષમાં બચાવીને રાખવાનો પડકાર છે, તો 2 ઉમેદવારોને જીતાડવાની જવાબદારી પણ છે. આ દરમિયાન MVA નેતાઓએ શુક્રવારે મુંબઇમાં બેઠક કરી અને 12 જુલાઈએ MLC ચૂંટણીમાં જીત હાંસલ કરવાની રણનીતિ પર મંથન કર્યું.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 274 સભ્ય છે, એક ઉમેદવારને જીતવા માટે 23 વૉટની જરૂરિયાત હોય છે. વર્તમાનમાં ભાજપના 103, શિવસેનાના 38, NCPના 42, કોંગ્રેસના 37, શિવસેના (UBT)ના 15 અને NCP SPના 10 સભ્ય છે. પ્રહાર જનશક્તિ પાર્ટી, BVA, સમાજવાદી પાર્ટી, AIMIMના 2-2, જ્યારે જન સૂરાજ, RSP, PWP, MNS, CPM, સ્વાભિમાની પક્ષ, ક્રાંતિકારી ક્ષેત્ર પાર્ટીના 1-1 ધારાસભ્ય છે. એ સિવાય 13 અપક્ષ ધારાસભ્ય પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp