હરિયાણામાં ભાજપ 6 બેઠકો પરથી 48 બેઠકો પર કેવી રીતે પહોંચી?

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત તો મેળવી લીધી છે અને 48 બેઠકો જીતી છે. પરંતુ 48 બેઠકો સુધી પહોંચવામાં ભાજપે ઘણા પાપડ પેલવા પડયા છે. 24 વર્ષ પહેલાં માત્ર 6 બેઠકો જીતનાર ભાજપે આ વખતે એંટીઇન્કમ્બસી હોવા છતા બહુમતી મેળવી લીધી છે. હરિયાણામાં ભાજપ હવે ફોલોઅર્સ નહીં પણ લીડરની ભૂમિકામાં આવી ગયું છે.

વર્ષ 2000માં ભાજપે હરિયાણામાં 90 બેઠકોમાંથી 29 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા અને તે વખતે માત્ર 6 બેઠકો પર જ જીત મળી હતી. એ પહેલાં 1999માં લોકસભાની ચૂંટણીમાં 10 બેઠકોમાંથી 5 બેઠકો જીતી હતી.

વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 1 જ બેઠક મળી અને 2005માં વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 2 જ બેઠકો જીતી શકી હતી. 2009માં લોકસભામાં ભાજપનો પુરી રીતે સફાયો થઇ ગયો હતો, એક પણ બેઠક જીતી શક્યું નહોતું. 2014માં ભાજપ લોકસભામાં બધી 10 બેઠકો જીતી ગયું હતું અને વિધાનસભામાં 47 બેઠકો જીત્યું હતું. 2019માં પણ લોકસભામાં બધી 10 બેઠકો ભાજપ જીત્યું હતું, પરંતુ વિધાનસભામાં 40 બેઠકો પર આવી ગયા હતા. તે વખતે ભાજપે ગઠબંધનમાં સરકાર બનાવેલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp