દેશમાં કેટલી વખત ઇમરજન્સી લાગેલી, ઇન્દિરા ગાંધીના સમયમાં શું થયેલું?

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 27 જૂન, ગુરુવારે જ્યારે લોકસભામાં અભિભાષણ આપ્યું ત્યારે ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ હતું કે, 25 જૂન 1975ની કટોકટીએ બંધારણ પરના હુમલાનો સીધો પુરાવો હતો, પરંતુ દેશ આમાંથી બહાર આવી ગયો. આ પહેલાં લોકસભાના સ્પીકર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો.

આમ તો દેશમાં 3 વખત ઇમરજન્સી એટલે કે કટોટકી લાદવામાં આવી હતી, પરંતુ 1975ની કટોકટીનું કારણ સાવ જુદુ હતું. 26 ઓક્ટોબર 1962થી 10 જાન્યુઆરી 1968 સુધી દેશમાં પહેલાવાર ઇમરજન્સી લાગૂ કરવામાં આવી હતી, કારણકે તે વખતે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. એ પછી 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને કારણે કટોકટી નાંખવામાં આવી હતી.

25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી ઇંદિરા ગાંધીના કહેવાથી દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી હતી. તેનું કારણ એવું હતું કે ઇંદિરા ગાંધી જે રાયબરેલીથી ચૂંટણી જીત્યા હતા તેને પડકારતી એક અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે 12 જૂન 1975ના દિવસે ઇંદિરા ગાંધીની જીતની ચૂંટણી રદ કરતો ચુકાદો આપ્યો હતો. જેને કારણે દેશમાં હોબાળો થયો અને લોકોએ ઇંદિરા ગાંધીના રાજીનામાની માંગ કરી હતી. જેમાં અનેક લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp