છેલ્લા 10 વર્ષમાં વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે આટલી વાર પછડાટ ખાધી છે

મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર પછી પાર્ટીમાં જ આંતરિક ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. પાર્ટીઓના મોટા નેતાઓએ શાખ ગુમાવી છે. છેલ્લાં 10 વર્ષની વિધાનસભાની ચૂંટણીની વાત કરી એ તો કોંગ્રસ 2014થી 2024 સુધીમાં 62 વિધાનસભાની ચૂંટણીમાંથી 47 પર હારી ગઇ છે.માત્ર 15 વિધાનસભામાં જ કોંગ્રેસે જીત મેળવી છે.

ઝારખંડમાં પ્રાદેશિક પાર્ટીઓ કોંગ્રેસની ઇજજત બચાવી. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની સભામાં ભીડ તો બહુ મોટી થતી હતી, પરંતુ એ ભીડ વોટમાં કન્વર્ટ ન થઇ. મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ જેવા દિગ્ગજ નેતાઓ હારી ગયા. તેમણે કહ્યુ કે, અમારી લીડરશીપ જ ખરાબ છે.

કોંગ્રેસની હારને કારણે હવે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી પાર્ટીઓ પણ વિખેરાઇ જાય તેવા સંજોગો ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp