હરિયાણાના નવા CM નાયબ સિંહ અઢી કરોડના બંગ્લોમાં રહે છે, આટલી છે સંપત્તિ

PC: hindustantimes.com

હરિયાણાના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ તરફથી નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે. હકીકતમાં, હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JJP) વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું હતું. જે બાદ ભાજપની બેઠકમાં હરિયાણાની કમાન નાયબ સિંહ સૈનીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નાયબ સિંહ હાલમાં કુરુક્ષેત્ર લોકસભા વિસ્તારના સાંસદ છે, પરંતુ ભાજપે તેમને હરિયણાના મુખ્યમંત્રી બનાવી દીધા છે. આ પહેલા 2014માં નાયબ સિંહ સૈની નારાયણગઢ વિધાનસભાથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ વર્ષ 2016માં હરિયાણા સરકારમાં રાજ્ય મંત્રી પણ રહ્યા હતા.

નાયબ સિંહ સૈનીના છેડા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) સાથે જોડાયેલા છે. તેમની સંપતિની વાત કરીએ તો તેઓ કરોડો રૂપિયાની માલિક છે. જ્યારે વર્ષ 2019માં તેમણે ચૂંટણી વખતે જે એફિડેવીટ કરેલી તે મુજબ તેમની કુલ સંપત્તિ 3 કરોડ 57 લાખ રૂપિયા છે. તેમના નામ પર 2 કાર છે એક ઇનોવા અને બીજી કોલિસ

તેમની પાસે 2 ઘર છે જે એક અંબાલા અને બીજુ પંચકુલામાં છે. જેની કિંમત લગભગ 2.50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. નાયબ સિંહનું LICમાં લગભગ 3 લાખ રૂપિયા રોકાણ છે. તેમની પાસે 30 ગ્રામ સોનું છે જેની કિંમત 5.40 લાખ રૂપિયા છે.

નાયબ સિંહ સૈની અને તેમની પત્નીના નામે કુલ 7 બેંક ખાતા છે. જેમાં વર્ષ 2019માં કુલ 24,11,471 રૂપિયા જમા થયા હતા. નાયબ સિંહ સૈની પાસે લગભગ 55 લાખ રૂપિયાની ખેતીની જમીન છે.

મનોહર લાલ ખટ્ટરની વાત કરીએ તો તેમની પાસે 1.27 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં વર્ષ 2023માં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની સંપત્તિનો ખુલાસો થયો હતો. તેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ પણ સામેલ હતું. આ રિપોર્ટમાં ખટ્ટરની સંપત્તિ 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

નાયબ સિંહ સૈનીનો જન્મ 25 જાન્યુઆરી 1970ના રોજ અંબાલાના એક નાનકડા ગામ મિઝાપુર માજરામાં થયો હતો. આગામી લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઈને મતભેદને કારણે ભાજપ અને JJP વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. જે બાદ ચંદીગઢમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી અને મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp