માલદીવ વિવાદ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- હું ગેરંટી નહીં આપી શકું...

PC: ndtv.com

ભારત અને માલદીવ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે તણાવ પર પોતાનું મૌન તોડતા કહ્યું કે, તેની ગેરંટી નહીં આપી શકું કે દરેક દેશ, દરેક સમયે ભારતનું સમર્થન કરશે, કે તેની સાથે સહમત થશે. મીડિયા રિપોર્ટ મુજબ, તેમણે આગળ કહ્યું કે, 'અમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને છેલ્લા 10 વર્ષોમાં ખૂબ સફળતા સાથે, એક ખૂબ મજબૂત સંબંધ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.' જયશંકરે રાજનીતિક સંબંધોમાં ઉતાર-ચઢાવ છતા લોકો વચ્ચે સકારાત્મક ભાવનાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતા વૈશ્વિક સ્તર પર મજબૂત સંબંધ બનાવવા માટે છેલ્લા એક દશકમાં ભારતના પ્રયાસો પર પ્રકાશે નાખ્યો.

નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, રાજનીતિ તો રાજનીતિ છે. હું એ વાતની ગેરંટી નહીં આપી શકું કે દરેક દેશ, રોજ અને બધા આપણું સમર્થન કરશે કે આપણી વાતથી સહમત થશે. અમે છેલ્લા 10 વર્ષોમાં ખૂબ જ મજબૂત સંબંધ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તેમાં અમને ખૂબ સફળતા મળી છે. રાજનીતિ ઉપર-નીચે થઈ શકે છે, પરંતુ આ દેશના લોકોમાં સામાન્ય રીતે ભારત પ્રત્યે સારી સંભાવનાઓ હોય છે અને તેઓ સારા સંબંધોના મહત્ત્વને સમજે છે.

વિદેશ મંત્રી અન્ય દેશોમાં પાયાના ઢાંચાના વિકાસમાં ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો. જયશંકરે એ વાત પર ભાર આપતા કહ્યું કે, 'આ બધુ એ વાતનો હિસ્સો છે કે તમે એ સંબંધોને કેવી રીતે વિકસિત કરો છો. આપણે આજે રોડ, વીજળી, ટ્રાન્સમિશન, ઇંધણનો પુરવઠો, વ્યાપાર પહોંચ પ્રદાન કરવા, રોકાણ કરવા અને બીજા દેશોમાં લોકોની છુટ્ટીઓ મનાવવામાં સામેલ છીએ. ક્યારેક ક્યારેક વસ્તુ સારી રીતે ચાલતી નથી અને પછી તમારે વસ્તુઓને પાછી ત્યાં લાવવા માટે લોકોને સમજાવવા પડે છે, જ્યાં તેમણે હોવું જોઈએ.'

ઉલ્લેખનીય છે કે, ભારત અને માલદીવ વચ્ચે કૂટનીતિક વિવાદ ત્યારે શરૂ થઈ ગયો, જ્યારે માલદીવના 3 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાલના લક્ષદ્વીપ પ્રવાસની નિંદા કરતા તેમની વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ભારતે ટિપ્પણીની સખત નિંદા કરી અને વિરોધ નોંધાવવા માટે માલદીવના રાજદૂતને સમન્સ પાઠવ્યા. તો તેને લઈને ભારતીય લોકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેઓ માલદીવની ટ્રીપ કેન્સલ કરી રહ્યા છે અને એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે. તો ઇઝી માય ટ્રીપે તો માલદીવની બધી ફ્લાઇટ કેન્સલ કરવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp