મેં PMને રામ મંદિર માટે 1.11 લાખનો ચેક મોકલાવેલો તેમણે પાછો મોકલી મને કહ્યું...

PC: facebook.com/media/set/?set=a.527715002046353&type=3

મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ભાજપ અને કોંગ્રેસ બંને પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે રવિવારે હિંદુ કાર્ડ રમ્યું હતું. તેમણે કહ્યુ કે હું સારો હિંદુ છું અને એટલે મેં અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે 1.11 લાખ આપ્યા છે.

કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહે રવિવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે તેમણે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે 1.11 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તેમણે કહ્યું પોતે સારા હિંદુ છે. તેમણે કહ્યુ કે હું સનાતન ધર્મનું પાલન કરુ છું.

દિગ્વિજય સિંહનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર થઇ છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે.

આવી સ્થિતિમાં, જ્યારે મધ્ય પ્રદેશમાં ચૂંટણીલક્ષી રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ છે અને ચૂંટણીમાં ધર્મના ઉપયોગ પર કાયદેસર રીતે પ્રતિબંધ છે, ત્યારે રાજ્યમાં રામ મંદિરનો મુદ્દો પણ ગરમાયો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યુ કે, હું સનાતન ધર્મનો અનુયાયી અને સારો હિન્દુ છું. રામ આપણા પ્રિય દેવતા છે, અમે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ પરંતુ ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ પ્રતિબંધિત છે.

તેમણે કહ્યુ કે રામ મંદિરના નિર્માણ માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 1 લાખ રૂપિયાનું દાન કર્યું હતું અને મેં 1.11 લાખ રૂપિયા દાનમાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યુ કે, સૌથી પહેલાં મેં 1.11 લાખનો ચેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલ્યો હતો અને તેમને કહ્યુ હતું કે, અયોધ્યા રામ મંદિર માટે જમા કરાવી દેજો. પરંતુ પ્રધાનમંત્રીએ એ ચેક મને પાછો મોકલી આપ્યો હતો અને કહ્યુ હતું કે, તમે જાતે જ જમા કરાવો. એ પછી મેં જાતે અયોધ્યા રામ મંદિર માટે 1.11 લાખનો ચેક આપ્યો હતો.

PTI ભાષાના અહેવાલ અનુસાર, તાજેતરમાં મધ્યપ્રદેશમાં રામ મંદિરના નિર્માણનો શ્રેય લેતા હોર્ડિંગ્સ જોવા મળ્યા હતા. આ અંગે કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જ્યારે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ રામ મંદિર નિર્માણથી દુખી છે. તે જ સમયે કોંગ્રેસે તેમના પર ભગવાન રામની ભક્તિથી ભટકી જવાનો આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસના ઈન્દોર યુનિટે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે,

ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન અયોધ્યામાં રામ મંદિર અને ઉજ્જૈનમાં મહાકાલ લોક દર્શાવીને ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp