‘મેં આટલી મુશ્કેલ ચૂંટણી ક્યારેય નથી જોઈ’, જીત્યા પછી બોલ્યા હેમંત સોરેન
હેમંત સોરેને કહ્યું, ‘અમે અમારું હોમવર્ક કરી લીધું હતું અને અમારા લક્ષ્યો નક્કી કરી લીધા હતા. અમે જાણતા હતા કે આ ખૂબ જ મુશ્કેલ જંગ થવાની છે. આથી જ અમે અમારી ટીમની સાથે જમીન પર કામ કરવા માટે નીકળી પડ્યા હતા. આ ખૂબ જ સારું ટીમ વર્ક હતું અને અમે એ મેસેજ આપ્યો જે અમે આપવા માંગતા હતા.’
ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેન બીજી વાર પરત ફરી રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ વાળા ગઠબંધન વિધાનસભાની 81 સીટોમાંથી 57 પર આગળ ચાલી રહ્યા છે. શનિવારે બપોરે જીત સુનિશ્ચિત થયા બાદ એક સમાચાર પત્ર સાથે વાત કરતા સમયે હેમંત સોરેને આ જીતનો શ્રેય પોતાની પત્ની કલ્પના સોરેન અને તેમની ટીમને આપ્યો.
હેમંત સોરેને કહ્યું અમે અમારું હોમવર્ક કરી લીધું હતું અને અમારા લક્ષ્યો નક્કી કરી લીધા હતા. અમે જાણતા હતા કે આ ખૂબ જ મુશ્કેલ જંગ થવાની છે. આ માટે અમે અમારી ટીમ સાથે જમીન પર કામ કરવા માટે નીકળી પડ્યા હતા. આ ખૂબ જ સારું ટીમ વર્ક હતું અને અમે એ સંદેશ આપ્યો જે અમે આપવા માંગતા હતા.’
તેમણે કહ્યું કે, ‘તમે જોયું હશે કે લોકસભા ચૂંટણીમાં અમે કેવું પ્રદર્શન કર્યું (JMM-કોંગ્રેસ ગઠબંધને 14 માંથી પાંચ સીટો જીતી હતી ) જો હું જેલની બહાર હોત તો અમે હજી પણ સારું પ્રદર્શન કરતે. તે સમયે મારી પત્ની કલ્પના સોરેન ‘વન મેન આર્મી’ના રૂપમાં કામ કરી રહી હતી, આ વખતે અમે બે હતા.
‘મતદાતા અને નેતાઓનો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક જેવો હોવો જોઈએ’
BJPએ પોતાના ચૂંટણીના પ્રચારમાં બાંગ્લાદેશી ઘુસપેઠીઓનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. જે બાબતે બોલતા હેમંત સોરેને કહ્યું, ‘મુખ્ય વાત એ છે કે સાંભળનારા લોકો કોણ છે અને તેઓ આનાથી શું લે છે. મતદાતા અને નેતા વચ્ચેનો સંબંધ એક શિક્ષક અને વિદ્યાર્થી જેવો હોવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીની આવશ્યકતાઓને સમજવી જોઈએ.’
‘આવી ચૂંટણી ક્યારેય નથી જોઈ’
હેમંતે કહ્યું, લોકોએ જોયું કે કઈ રીતે છેલ્લા પાંચ વર્ષમાં અમે તેઓ સાથે રહ્યા તેઓએ અમને ખૂબ જ નજદીકથી જોયા. દરેક મુદ્દાઓ કે જે મતદાતાઓના મગજમાં ચાલી રહ્યા હોય, અમે સુનિશ્ચિત કર્યું કે અમે એ સવાલોના જવાબ આપ્યા છે. અમે એ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે જે ભાજપ ખોટું કરી રહી હતી અને એ વાત પર જોર આપ્યું કે અમે શું સાચું કરી રહ્યા છે.’
તેમને પૂછવામાં આવ્યું કે શું તમે જણાવશો કે આ ચૂંટણીમાં જીત મેળવવા માટેથી તમારા પર ખૂબ જ દબાણ હતું? તેમણે કહ્યું, ‘ખુબ જ વધારે, હું તમને જણાવી નથી શકતો કે કેટલું દબાણ હતું... આ ખૂબ જ મુશ્કેલ હતું. મને નથી લાગતું કે મેં આવી કોઈ ચૂંટણી ક્યારેય જોઈ છે અને મને નથી લાગતું કે ક્યારેય ફરી જોઈશ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp