હું તો સારથી હતો, નિયતિએ PM મોદીનું નામ 33 વર્ષ પહેલા નક્કી કરી દીધેલું: અડવાણી

PC: twitter.com

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થાય તે પહેલા ભાજપના સિનિયર નેતા અને જેમનું અયોધ્યા મંદિર માટેની રથયાત્રામાં મોટું યોગદાન હતુ તેવા 96 વર્ષના એલ કે અડવાણીએ 33 વર્ષ પહેલાની યાદોની તાજી કરી છે. તેમણે રથ યાત્રા માટે લેખ લખ્યો છે જે 16 જાન્યુઆરી 2024ના દિવસે પ્રસિદ્ધ થવાનો છે. આ લેખ તેમણે રાષ્ટ્રધર્મ પત્રિકા માટે લખ્યો છે. પરંતુ પ્રસિદ્ધ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એલ કે અડવાણીએ લેખમાં લખ્યું  છે કે હું તો માત્ર સારથી હતો, પરંતુ ભગવાન રામે તો 33 વર્ષ પહેલાં જ પોતાના ભક્ત નરેન્દ્ર મોદીને અયોધ્યામાં રામ મંદિરના પુન નિર્માણ માટે પસંદ કરી દીધેલા. નિયતિએ પહેલેથી જ નક્કી કરી લીધેલું કે અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન તો  PM મોદી જ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp