લોકસભાના પરિણામોમાં હરિયાણામાં ભાજપ-કોંગ્રેસને બહુમત નથી તો કોણ સરકાર બનાવે?
ભાજપ અને કોગ્રેસે આ વર્ષના ઓકટોબર મહિનામાં હરિયાણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હરિયાણાની લોકસભાની 10 બેઠકોના પરિણામો બતાવે છે કે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. વિધાનસભા સ્તર લોકસભાના મતદાનના આંકડા પરથી ખબર પડે છે કે જો આજે ચૂંટણી થાય તો ત્રિશંકુ વિધાનસભા બની શકે, પરંતુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠકોની સંખ્યાની દ્રષ્ટીએ આગળ રહે.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં ભાજપે બધી 10 બેઠકો પર જીત મેળવી હતી, પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે 5 બેઠકો ગુમાવી.10માંથી 5 બેઠકો જ ભાજપ જીતી શક્યું. 5 બેઠકો પર કોંગ્રેસે કબ્જો કરી લીધો. વોટ શેરની દ્રષ્ટિએ પણ ભાજપની હિસ્સેદારી જે 2019માં 58.21 ટકા હતી તે આ વખતે ઘટીને 46.11 ટકા પર આવી ગઇ અને તેની સામે કોંગ્રેસનો વોટ શેર 28.51 ટકાથી વધીને 43.67 ટકા થઇ ગયો.
આમ આદમી પાર્ટી જે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે તેણે એક જ સીટ કુરુક્ષેત્ર બેઠકથી ચૂંટણી લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડેલો. જો કે આમ આદમી પાર્ટીનો વોટ શેર 0.36 ટકા વધીને 3.94 ટકા થયો.
પ્રાદેશિક પાર્ટીઓ ઇન્ડિયન નેશનલ લોકદળે1.74 ટકા અને દુષ્યંત ચૌટાલાની જનનનાક જનતા પાર્ટીએ 0.87 ટકા વોટ શેર મેળવ્યો. 2019માં ઇન્ડિયન નેશનલ લોકદળનો વોટ શેર 1.90 ટકા હતા જ્યારે ચૌટાલાની પાર્ટીનો વોટ સેર 4.9 ટકા હતો. આ બંને પાર્ટીઓ એક પણ બેઠક જીતી શકી નહોતી.
વિધાનસભા ક્ષેત્ર વાઇઝ જોઇએ તો ભાજપે હરિયાણાની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 44 બેઠકો પર વૃદ્ધી હાંસલ કરી. જ્યારે 42 સીટ પર કોંગ્રેસ અને 4 બેઠકો પર AAP આગળ હતી. અત્યારે ચૂંટણી થાય તો ભાજપ બહુમતના 46ના આંકડાથી ભાજપ પાછળ રહી જાય. પરંતુ કોંગ્રેસ અને AAP ભેગા મળીને બહુમત મેળવીને સરકાર બનાવી શકે. મતલબ કે હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધને સરકાર બનાવવાનો ચાન્સ છે.
વર્ષ 2019માં ભાજપે 7 લોકસભા બેઠકોમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં જીત મેળવી હતી. પરંતુ આ વખતે ભાજપની કરનાલ બેઠક જ એવી રહી જેમાં દરેક વિધાનસભામાં જીત મળી. અહીંથી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટુર ઉમેદવાર હતા.
બીજી તરફ કોંગ્રેસે રોહતક અને સીરસા બેઠકની બધી વિધાનસભા બેઠકો પર જીત મેળવેલી. પૂર્વ મુખ્યમંત્રી ભૂપિનંદર હુડ્ડાના પુત્ર અને 3 વખતના સાંસદ દિપેન્દ્ર હુડ્ડાએ રોહતક સીટ જીતી હતી અને સિરસામાં શૈલજા ઉમેદવાર હતા.
વર્ષ 2019માં વિધાનસભામાં ત્રિશંકુ સરકાર બની હતી. કોઇ પણ પાર્ટી બહુમત મેળવી શકી નહોતી. ભાજપે 10 સીટ સાથે જીતીને આવેલી જનનનાયક જન પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવેલી. જો કે માર્ચ મહિનાં આ ગઠબંધન તુટી ગયુ હતું, છતા ભાજપે અપક્ષોની સાથે ગઠબંધન કરીને ફરી સરકાર બનાવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp