હરિયાણામાં BJP હારી તો આ હોય શકે છે મોટું કારણ?
હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઇને સામે આવેલા બધા એક્ઝિટ પોલ કોંગ્રેસની સરકાર બનાતા દેખાઇ રહી છે. જો એમ થાય છે તો ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવતા ચૂકી જશે. C વોટર એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસ 90 વિધાનસભા સીટોમાંથી 50-58 સીટો જીતે તેવું અનુમાન છે. જ્યારે ભાજપને માત્ર 20-28 સીટો મળવાનું અનુમાન છે. હવે સવાલ છે કે જો આ અનુમાન યોગ્ય સાબિત થાય છે તો આ પ્રકારે પાછળ થવાનું કારણ શું હોય શકે છે?
હરિયાણામાં ભાજપને નુકસાનનું અનુમાન કેમ?
સત્તાવિરોધી ભાવના:
હરિયાણામાં ભાજપને ઘણા વણઉકેલ્યા મુદ્દાઓના કારણે ગંભીર સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો છે. વધતા અસંતોષને ઓછો કરવાના પ્રયાસમાં પાર્ટીએ માર્ચ 2024માં તત્કાલીન મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવી દીધા હતા. જો કે આ પગલું પાર્ટી માટે ઊલટું સાબિત થયું કેમ કે તેનાથી સંગઠન પર વધારે પ્રભાવ ન પડ્યો અને કોઇ મુદ્દાનો ઉકેલ ન આવ્યો.
બેરોજગારી:
બેરોજગારી એક એવો મુદ્દો બનતો જઇ રહ્યો છે જેને વિપક્ષે ભાજપની સરકાર દરમિયાન ઉઠાવ્યો છે. હરિયાણાનો બેરોજગારી દર 2021-22માં 9 ટકા હતો, જે રાષ્ટ્રીય એવરેજથી 4.1 ટકાથી બેગણાથી વધારે છે. પોતાના ઘોષણપત્રમાં 2 લાખ નોકરીઓનો વાયદો કરવા છતા ભાજપ સરકાર માત્ર 1.84 લાખ ખાલી સીટો ભરવામાં નિષ્ફળ રહી. જ્યારે ભાજપે દાવો કર્યો કે ભરતી પારદર્શી અને યોગ્યતા આધારિત હતી, પરંતુ 47 સ્પર્ધાત્મક પરીક્ષા રદ કરી દેવામાં આવી, જેથી ભાજપને ખૂબ નુકસાન થયું.
શહેરી વૉટરોની નારાજગી:
ભાજપ પરંપરાગત રૂપે શહેરી કેન્દ્રિત પાર્ટી રહી છે, પરંતુ શહેરી વૉટર્સમાં ભાજપને લઇને આ વખત નારાજગીના સંકેત હતા. શહેરી વોટર ક્યારેક પાર્ટીની સફળતામાં મહત્ત્વની ભૂમિકા નિભાવતા હતા, પરંતુ આ વખત એમ થતું દેખાઇ રહ્યું નથી. શહેરી ક્ષેત્રોમાં વોટિંગ ટકાવારી પણ ખૂબ ઓછી રહી છે.
સરકારી સુવિધાઓથી વંચિત લોકો:
હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી હતા ત્યારે ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા અને સેવાઓને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યથી ઇ-ગવર્નેન્સ સુધારાઓ પર ભાર આપવાથી વસ્તીનો એક મોટો હિસ્સો અલગ પડી ગયો હતો. પરિવાર પહચાન પત્ર (PPP) અને મેરી ફસલ મેરા બ્યોરા સહિત ઘણા ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યા, પરંતુ ખરાબ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે આ બધુ સામાન્ય લોકો સુધી પહોંચી ન શક્યું. તેનાથી લોકોમાં નિરાશા વધતી ગઇ કેમ કે તેઓ સરકારી યોજનાઓનો લાભ ન ઉઠાવી શક્યા.
અધૂરા વાયદા:
ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘણી પહેલ માત્ર કાગળો સુધી સીમિત રહી ગઇ. ઉદાહરણ તરીકે ઓગસ્ટ 2024માં સરકારે 24 પાકો પર MSP આપવાની જાહેરાત કરી, સાથે જ અગ્નિવીરો સાથે જોડાયેલા પણ કેટલાક વાયદા હતા. જો કે, આ વાયદા ચૂંટણીઓ અગાઉ કરવામાં આવ્યા હતા અને ક્યારેય સારી રીતે પૂરા ન થયા, જેનાથી જનતાનો ભરોસો ઓછો થયો. એ સિવાય 2020માં અનિવાર્ય પરિવાર ઓળખ પત્રની શરૂઆતથી વધુ અસંતોષ ઉત્પન્ન થયો. રજિસ્ટર્ડ 72 લાખ પરિવારોમાંથી માત્ર 68 લાખની જ ખરાઇ કરવામાં આવી. વૃદ્ધાવસ્થા પેન્શનમાં ખરાબ કનેક્ટિવિટીના કારણે PPP કેન્દ્રો પર લાંબી લાઇનો જેવા મુદ્દાઓએ સમસ્યા હજુ વધારી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp