સી.આર.પાટીલને પ્રમોશન મળે તો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ કોણ બને?

PC: abplive.com

ગુજરાતના પ્રદેશ પ્રમુખ C R પાટીલને પ્રમોશન મળે તેવી ફરી ચર્ચા શરૂ થઇ છે. લોકસભા 2024માં જો ભાજપ ફરીથી સત્તામાં આવે તો પાટીલને કેન્દ્રમાં મોટું પદ મળી શકે છે. ગુજરાત વિધાનસભા 2022માં ભાજપને ઐતિહાસિક વિજય અપાવનાર સી આર પાટીલને તે વખતે જે કેન્દ્રમાં મંત્રી બનાવવાની ચર્ચા ચાલી હતી, પરંતુ તે વખતે સી આરને કોઇ ઇનામ મળ્યું નહોતું. જો કે, જૂન 2023માં પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલનો કાર્યકાળ પુરો થવા છતા તેમને ચાલું રખાયા હતા.

હવે ધારો કે ભાજપ 2024માં ફરી સત્તામાં આવે તો સી આર પાટીલને મંત્રી પદ મળી શકે છે. તેમની જગ્યાએ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે કોઇ OBC નેતા અથવા SC/STને પ્રમુખ બનાવવામાં આવી શકે છે.ગુજરાતમાં મુખ્યમંત્રી પાટીદાર છે અને રાજ્યસભા સાંસદ તરીકે ગોવિંદભાઇ ધોળકીયાને ઉમેદવાર બનાવાયા છે ત્યારે કોઇ પાટીદારને પ્રમુખ પદ મળે તેવી શક્યતા ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp