કોંગ્રેસની 38 સીટ વધારે આવે તો ભાજપને મુશ્કેલી પડી શકે

PC: Khabarchhe.com

18મી લોકસભા માટે મતદાન ચાલી રહ્યું છે અને સાતમા તબક્કાનું છેલ્લું મતદાન 1 જૂને થવાનું છે એ પછી 4 જૂને પરિણામો જાહેર થશે.રાજકારણના જાણકારોનું કહેવું છે કે, જો કોંગ્રેસ 2019માં મેળવેલી સીટ કરતા 38 સીટ પણ વધારે મેળવી જશે તો ભાજપની ગેમ બગાડી શકે છે.

2019માં કોંગ્રેસને માત્ર 52 સીટ જ મળી હતી અને 17 રાજ્યોમાં તો કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યુ નહોતું. ભાજપે 303 બેઠકો જીતી હતી.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે ભાજપને ટકકર આપી શકે એવી કોઇ પાર્ટી દેશમા હોય તે તે માત્ર કોંગ્રેસ છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે, જો કોંગ્રેસને 125 બેઠકો પણ મળે તો ગઠબંધનના સહયોગથી સરકાર બનાવી શકશે,જ્યારે ભાજપે સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 250 સીટ જીતવી પડે.

કોંગ્રેસ 10 સીટ પણ વધારે જીતે તો ભાજપને નુકશાન થાય અને 38 સીટ વધારે જીતે તો ભાજપને 272નો આંકડો પાર કરતા રોકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp