કોરોનાની રસી આપણા દેશે વિકસાવી ન હોત તો રસી માટે લોકો વલખા મારતઃ પાટીલ

PC: khabarchhe.com

કચ્છના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે, કોરોનાની રસી હજુ આપણા દેશે વિકસાવી ન હોત તો હજુ કોરોનાની રસી માટે વલખા મારવા પડ્યા હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા દેશનું ભવિષ્ય વધાર્યુ, દેશનું સન્માન વધાર્યુ છે. કોરોના મહામારીમાં જે માર્ગદર્શન મળ્યું છે તેનાથી કોરોનાની મહામારીને ડામવામાં સફળતા મળી છે.

દેશને કોરોના જેવી મહામારીમાંથી બચાવવા દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપી એક નહીં પરંતુ આપણા દેશવાસીઓ માટે કોરોનાની બે રસી તૈયાર કરાવી. આ કોરોનાની રસી હજુ આપણા દેશે વિકસવી ન હોત તો હજુ કોરોનાની રસી માટે વલખા મારવા પડયા હોત. વડાપ્રધાને કોરોનાની રસી તો લાવ્યા પરંતુ દેશવાસીઓને ફ્રીમાં રસી આપી મહામારી સામે જીવ બચાવવાનો સફળ પ્રયાસ કર્યો તેમજ મહામારીમાં કોઇ ગરીબ ભુખ્ય ન સૂવે અને ભૂખમરાથી કોઇનું મોત ન થાય તે માટે ફ્રીમાં રાશન આપવાની જાહેરાત કરી જેના કારણે દેશમાં એક પણ વ્યકિતનું ભુખમરાના કારણે મૃત્યુ થયું નથી.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં રહેતા ભારતીયોનું ગૌરવ વધે તેવું કામ કર્યું છે. જૈન સમાજ સતત સેવાકીય પ્રવૃતિ કરતો હોય છે. વડાપ્રધાન મોદીની દેશમાં સુપોષીત કરવાની હાંકલ બાદ ગુજરાત પ્રદેશ એકમ દ્વારા પણ રાજય સરકાર સાથે મળી ત્રણ મહિનામાં કુપોષીત બાળકોને સુપોષિત કરવાનું આયોજન કર્યુ છે. કાર્યક્રમમાં જૈન સમાજના આગેવાનોને પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એક કુપોષીત બાળકને દત્તક લેવા હાંકલ કરી. અંતમાં આ ભવ્ય કાર્યક્રમ માટે જૈન સમાજના દરેક અગ્રણીને અભિનંદન પાઠવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp