26/11 વખતે ડૉ.મનમોહન સિંહને બદલે PM મોદી હોત તો હિસાબ બરાબર હોત: CM હિંમતા સરમા

PC: nyoooz.com

મુંબઇમાં 26 નવેમ્બર 2008ના દિવસે આતંકવાદી હુમલો થયો હતો એ વાતને  આજે 15 વર્ષ થઇ ગયા, પરંતુ હજુ પણ 26/11ના નામ પર રાજકારણ ચાલી રહ્યું છે. અનેક વખત પોતાના બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ 26/11ની વરસી પર કહ્યુ હતું કે તે વખતે જો પ્રધાનમંત્રી તરીકે ડો. મનમોહન સિંહને બદલે PM મોદી હતી તો તે જ વખતે હિસાબ બરોબર કરી નાંખ્યો હતો.

આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની વરસી પર મૃતકો અને શહીદ સૈનિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. તેમણે એમ પણ કહ્યું કે જે કરવું હતું તે અમે કરી શક્યા નથી. જો તે સમયે મનમોહન સિંહની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોત તો કદાચ તે જ ક્ષણે હિસાબ બરોબર કરી દીધો હતે. અમારું દુ:ખ છે કે આટલો મોટો હુમલો થયો અને તે સમયે જે કરવું હતું તે અમે કરી શક્યા નહીં.

આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમા અનેક વખત કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર નિશાન સાધતા તીક્ષ્ણ નિવેદનો આપતા રહ્યા છે. અગાઉ, જ્યારે કોંગ્રેસે તાજેતરમાં તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે પાર્ટી 'મોહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગનું સપનું પુરુ કરી રહી છે. રાહુલ ગાંધીનું નામ લીધા વગર સરમાએ કહ્યું હતું કે. જેમણે 'ગાંધી' અટક અપનાવી છે તેઓએ જિન્નાની નીતિઓને પુનર્જીવિત કરી છે. કોંગ્રેસના લઘુમતી ઢંઢેરામાં જણાવવામાં આવ્યું છે કે જો પાર્ટી તેલંગાણામાં સત્તા પર આવશે, તો તે લઘુમતીઓ સહિત તમામ પછાત વર્ગો માટે નોકરી, શિક્ષણ અને સરકારી યોજનાઓમાં યોગ્ય અનામત સુનિશ્ચિત કરશે.

હિમંતા બિસ્વા સરમા પહેલા કેન્દ્રીય મંત્રી અને BJP નેતા અનુરાગ ઠાકુરે પણ 26/11ના આતંકી હુમલાને લઈને કોંગ્રેસ અને મનમોહન સિંહ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સલાહ પર, તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ "સાયલન્ટ મોડ" માં ગયા હતા અને હુમલાઓનો અસરકારક જવાબ આપ્યો ન હતો. તેમણે આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધી એ તેમને કંઈ ન કરવા કહ્યું હતું.

પાકિસ્તાનના દસ સશસ્ત્ર આતંકવાદીઓએ 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈ પર હુમલો કર્યો અને ત્રણ દિવસ સુધી વિનાશ વેર્યો, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને વિદેશી નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp