નેતા રાજનીતિ ન કરે તો શું પાણીપુરી વેચે?, શંકરાચાર્યના નિવેદન પર કંગના ગુસ્સે
હિમાચલ પ્રદેશની મંડી સીટથી લોકસભા સાંસદ કંગના રનૌત ઘણીવાર કેટલાક મુદ્દાઓ પર આકરી ટિપ્પણીઓ કરતી રહે છે. હવે તેમણે જ્યોતિર્મઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે શંકરાચાર્ય પર કટાક્ષ કર્યો છે. તેમણે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેને સમર્થન પણ આપ્યું છે. કંગનાએ X પર એક લાંબી પોસ્ટ પણ લખી છે.
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અવારનવાર સમાચારમાં છવાયેલા રહે છે. તાજેતરમાં, તેઓ મુંબઈમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેને દગો આપવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં વિશ્વાસઘાત એ મોટું પાપ છે. મહારાષ્ટ્રના રાજકારણને લઈને તેમના નિવેદન પછી કેટલાક તેમની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક તેમનું સમર્થન કરી રહ્યા છે. જ્યારે, હવે બોલિવૂડ ક્વીન અને BJP નેતા કંગના રનૌતે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે.
હિમાચલ પ્રદેશની મંડી સીટથી લોકસભા સાંસદ કંગના રનૌતે શંકરાચાર્ય પર નિશાન સાધ્યું છે. તેમણે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેને સમર્થન પણ આપ્યું છે. કંગનાએ કહ્યું કે શંકરાચાર્યજીએ તેમના શબ્દભંડોળ અને તેમના પ્રભાવ અને ધાર્મિક શિક્ષણનો દુરુપયોગ કર્યો છે.
કંગનાએ X પર એક પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, 'રાજનીતિમાં ગઠબંધન, સમજૂતી અને પાર્ટીનું વિભાજન ખૂબ જ સામાન્ય અને બંધારણીય બાબત છે, કોંગ્રેસ પાર્ટી 1907માં વિભાજિત થઈ અને ફરીથી 1971માં, જો કોઈ રાજકારણી રાજકારણમાં રહીને રાજનીતિ નહીં કરે તો શું તે પાણીપુરી વેચશે?'
તેમને આગળ લખું છે કે, 'ધર્મ એ પણ કહે છે કે જો રાજા જ પ્રજાનું શોષણ કરવા લાગે તો રાજદ્રોહ એ છેલ્લો ધર્મ છે. શંકરાચાર્યજીએ આપણા મહારાષ્ટ્રના માનનીય CM એકનાથ શિંદેજી પર દેશદ્રોહી અને અપમાનજનક શબ્દો બોલીને હિન્દુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.'
राजनीति में गठबंधन , संधि और एक पार्टी का विभाजन होना बहुत सामान्य और संवैधानिक बात है, कांग्रेस पार्टी का विभाजन 1907 में और फिर 1971 में हुआ, अगर राजनीति में राजनीतज्ञ राजनीति नहीं करेगा तो क्या गोलगप्पे बेचेगा?
— Kangana Ranaut (@KanganaTeam) July 17, 2024
शंकराचार्य जी ने उनकी शब्दावली और अपने प्रभाव और धार्मिक शिक्षा… https://t.co/UV2KuLwVUz
અહીં તમને જણાવી દઈએ કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે શંકરાચાર્ય મુંબઈ ગયા હતા. શંકરાચાર્ય બાંદ્રામાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને પણ ગયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, જે રીતે વિશ્વાસઘાત કરીને એક હિંદુ પાર્ટીને તોડવામાં આવી અને ઉદ્ધવ ઠાકરેને CM પદેથી દૂર કરવામાં આવ્યા તે યોગ્ય નથી. જ્યાં સુધી તેઓ ફરીથી CM પદ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી આપણા બધાના હૃદયમાં રહેલી પીડા અને વેદના દૂર થઈ શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp