અત્યારે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને કેટલી બેઠક મળે? નાના પાટેકરે આપ્યો આ જવાબ
બોલિવુડ અભિનેતા અને પોતાના અભિનય અને અવાજથી લાખો લોકોના દીલો પર રાજ કરનારા નાના પાટેકર હમેંશા ચર્ચામાં રહેતા હોય છે. તેમની પાસે ફિલ્મો હોય કે નહીં, રાજકારણની વાત હોય કે અન્ય વાત હોય પાટેકરની ચર્ચા થતી રહી છે. હવે એક પત્રકારે નાના પાટેકરને સવાલ પુછી નાંખ્યો કે, 2024માં લોકસભાની ચૂંટણી છે તમને શું લાગે છે? ભાજપ કેટલી બેઠકો મેળવશે? તો આ બોલિવુડ અભિનેતાએ જે જવાબ આપ્યો તે જાણવા જેવો છે.
એક પત્રકારે જ્યારે નાના પાટકેરને સવાલ પુછ્યો કે,હવે 2024ની લોકસભાની ચૂંટણી છે અને ચૂંટણીને લઈને તેઓ શું જુએ છે? આ સવાલ પર નાના પાટેકરે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેઓ કોઈપણ ખચકાટ વિના સ્પષ્ટ બોલવા માટે જાણીતા છે.
નાના પાટેકરે સહજતાથી કહ્યું, જોઇ લેજો, ભાજપ મોટી જીત મેળવશે. પાટેકરે કહ્યું કે તમારી પાસે ભાજપ સિવાય કોઇ વિકલ્પ બચ્યો જ નથી. ભાજપ શાસનમાં એટલું અદભૂત કામ થયું છે કે મને લાગે છે કે લોકસભામાં ભાજપને ઓછામાં ઓછી 375 સીટો મળશે. આ આંકડો પાર પણ કરી જાય તો મને કોઇ આશ્ચર્ય નહીં થાય.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીઓ એટલે કે લોકસભા ચૂંટણીમાં ભાજપ અને NDAનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. ભાજપે બંને વખત એકલા હાથે બહુમતીનો આંકડો પાર કર્યો અને સાથી પક્ષો સાથે મળીને મજબૂત બહુમતી સાથે સરકાર બનાવી. વર્ષ 2019 માં, ભાજપે તેનું આજ સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 303 બેઠકો જીતી, એકલા હાથે ત્રણસોનો આંકડો પાર કર્યો.
આ વખતના ઓપિનિયન પોલ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને NDA સ્પષ્ટ બહુમતી સાથે જીતની હેટ્રિક લગાવવા જઈ રહ્યા છે.
ABP-C વોટર ઓપિનિયન પોલ અનુસાર, જો આજે ચૂંટણી યોજાય તો પણ NDA લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 295 થી 335 બેઠકો જીતવાની સ્થિતિમાં છે. જ્યારે 28 વિપક્ષોએ ભેગા થઇને બનાવેલું INDIA ગઠબંધન વધારેમાં વધારે 165 થી 205 બેઠકો જીતે તેવી અપેક્ષા છે. અન્ય પાર્ટીઓની વાત કરીએ તો તેમને લગભગ 30-35 બેઠકો મળે તેવું સર્વેમાં જાણવા મળ્યું છે.
જો કે 2024 લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે પછી જ ખબર પડશે કે, મતદારોએ કઇ પાર્ટીને સત્તા સોંપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp