રેલીમાં શાહે લોકોને પૂછ્યું- 2024મા નરેન્દ્ર મોદીને ફરી PM બનાવવા માગો છો કે નહિ

PC: facebook.com/amitshahofficial

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા છે અને અહીં તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે, અશોક ગેહલોતમાં દમ હોય તો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને ચૂંટણી મેદાનમાં ઉતરે અને તાકાત બતાવે. અમિત શાહે 2024ની લોકસભાની ચૂંટણીને લઇને નારા પણ લગાવ્યા હતા. શાહે રાજસ્થાનમાં લાલ ડાયરીનો મુદ્દો પણ ઉછાળ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજસ્થાનના ગંગાપુર સિટીમાં IFFCO દ્વારા આયોજિત ‘સહકાર કિસાન સંમેલન’માં પહોંચ્યા હતા. તેમણે ઉપસ્થિત હજારોની મેદનીને સંબોધન કરતા કહ્યુ હતું કે, 2024માં નરેન્દ્ર મોદીને ફરી PM બનાવવા માંગો છો કે નહીં?

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, રાજસ્થાનમાં વિજળી મળતી નથી. સાથે જ તેમણે અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધીને કહ્યું હતું કે, ઘરમાં કોઇ પણ ડાયરી રાખો તો તેનો રંગ લાલ નહીં રાખતા, નહીં તો CM ગેહલોત નારાજ થઇ જશે.

લાલ ડાયરી વિશે બોલતા અમિત શાહે આગળ કહ્યુ કે, આજકાલ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત લાલ ડાયરીથી ખુબ ડરે છે. પરંતુ સવાલ એ છે કે તેઓ લાલ ડાયરીથી શું કામ ડરે છે?  કારણકે, લાલ ડાયરીમાં કાળા કારનામા છુપાયેલા છે. લાલ ડાયરીમાં કરોડોના ભ્રષ્ટાચારની વિગતો છે.

સહકાર કિસાન સંમેલનમાં અમિત શાહે આગળ કહ્યુ કે, જો અશોક ગેહલોતમાં દમ હોય તો રાજીનામું આપીને ચૂંટણીમાં ઉતરે અને તાકાત બતાવે.

ચંદ્રયાન-3નો ઉલ્લેખ કરીને અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણા અવકાશ મિશનને એક નવી ગતિ અને ઉર્જા આપી છે. શાહે કોંગ્રેસ સામે નિશાન સાધીને કહ્યું કે હું નારા લગાવનારાઓને કહેવા માંગુ છું કે જો તેમણે નારા લગાવવાને બદલે ચંદ્રયાનને આગળ વધાર્યું હતે તો આજે નારા લગાવવાનો સમય ન આવતે.

હકિકતમાં, ગંગાસિટીના આ કાર્યક્રમની શરૂઆત પહેલાં કોંગ્રેસના કેટલાંક કાર્યકરો નારા લગાવવા માંડ્યા હતા. અમિત શાહે કહ્યું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેટલાંક લોકોને નારા લગાવવા માટે મોકલ્યા છે, થોડો સમયે તેઓ પોતાના નારાનો કાર્યક્રમ પુરો કરીને ચાલ્યા જશે. તેમને નારા લગાવવો દો,કોઇ ત્યાં જતું નહી, તેઓ હારી થાકીને તેમની જાતે જ ચાલ્યા જશે. અમિત શાહે કહ્યુ  કે, કોંગ્રેસી કાર્યકરોના નારાની ચિંતા કરવાની જરૂર નથી.

રાજસ્થાનના રાજકારણમાં છેલ્લાં ઘણા સમયથી લાલ ડાયરીનો મુદ્દો ઉછાળા મારી રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp