17 દિવસમાં PM મોદીએ મેસેજ આપી દીધા કે તેમના તેવર બદલાયા નથી અને બદલાશે પણ નહી
જ્યારે લોકસભા 2024ના પરિણામો જાહેર થયા ત્યારે ભાજપને બહુમતી ન મળી અને NDAના સહયોગથી સરકાર બનાવી ત્યારે ઘણા લોકો એવું માનતા હતા કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી બાંધછોડ કરવી પડશે, સાથી પક્ષો સામે ઝુકી જવું પડશે, વિપક્ષનું દબાણ ઝેલવું પડશે. પરંતુ શપથ લીધાના 17 દિવસ પછી પ્રધાનમંત્રી મોદીએ સંકેત આપી દીધા છે કે તેમના તેવરમાં કોઇ ફરક પડ્યો નથી અને પડવાનો પણ નથી.
વિપક્ષો ઉત્સાહમાં હતા અને તેમણે સ્પીકર ઉમેદવાર માટે સર્વસંમતિ પર શરત મુકી દીધી કે તેમને ડેપ્યુટી સ્પીકર પદ મળશે તો જ સમર્થન આપશે. પણ મોદી સરકાર ટસની મસના થઇ અને પોતાના જ સ્પીકર પસંદ કરવામાં સફળ થઇ.
આ પહેલાં પણ PM મોદીએ પાવરફુલ મંત્રાલય પોતાની પાર્ટી પાસે જ રાખ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp