1984માં ભાજપ જે 2 સીટ પર જીતી હતી, તેના અત્યારે શું હાલ છે?

PC: bjp.org

1984માં ભાજપે 2 સીટ પર જીત મેળવી હતી. એક હબતી સંયુક્ત આંધ્રની હનામકોંડા સીટ અને બીજી ગુજરાતની મહેસાણા બેઠક.

હનામકોંડા બેઠક પરથી 1984માં જાંગલા રેડ્ડી ચૂંટણી જીતેલા. 2008માં સીમાંકન થયું અને હનામકોંડા બેઠક ખતમ તઇ ગઇ. આ બેઠકનો મોટાભાગનો હિસ્સો વારંગલ લોકસભા બેઠકમાં ચાલ્યો ગયો છે. વારંગલ લોકસભા સીટ અત્યારે તેલંગાણામાં આવે છે. ભાજપ માટે આ બેઠક જીતવી અઘરી છે કારણકે કોંગ્રસનું વર્ચસ્વ છે.

મહેસાણા બેઠક પરથી ભાજપના અમૃતલાલ કાલીદાસ પટેલ જેમને લોકો એ.કે. પટેલ તરીકે ઓળખે છે તેમની જીત થઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર સાગર રાંયકાને 43000 મતથી હરાવ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસ 1999 અને 2004માં જીતી છે એ પછી ભાજપનો કબ્જો છે. 2019માં શારદાબેન પટેલ મહેસાણા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp