3 કરતા વધુ બાળકો થવા પર આ રાજ્યમાં મહિલાઓને નહીં મળે સરકારી યોજનાઓનો લાભ

PC: twitter.com

આસામમાં રાજ્ય સરકારે વસ્તી પર નિયંત્રણ માટે અનોખી રીતે શોધી કાઢી છે. આસામ સરકારે સરકારી યોજનાઓનો લાભ નાના પરિવારોને જ આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીમાં આ બાબતે જણાકરી આપી. તેમણે મહિલાઓ માટે મહિલા ઉદ્યમિતા અછોની યોજનાની શરૂઆત કરી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મીડિયાને જણાવ્યું કે, આ યોજના અંતર્ગત રાજ્યમાં સ્વ સહાયતા ગ્રુપોની 39 લાખ મહિલાઓને યોજના અંતર્ગત કારોબાર કરવા માટે કેટલીક શરતો સાથે 3 વર્ષોની અંદર 3 ચરણોમાં નાણાકીય સહાયતા આપવામાં આવશે. તેના માટે 145 કારોબારી મોડલની ઓળખ અને પસંદગી કરી લીધી છે.

આસામ સરકાર દ્વારા ગ્રામીણ મહિલા ઉદ્યમીઓ માટે એક નાણાકીય સહાયતા યોજના કેટલીક શરતો સાથે આવે છે, જેમાં તેમના બાળકોની સંખ્યાની સીમા પણ સામેલ છે. શરતો મુજબ સામાન્ય અને OBC શ્રેણીઓની મહિલાઓ જો યોજનાનો લાભ ઉઠાવવા માગે છે, તો તેમના 3 કરતા વધુ બાળકો ન હોવા જોઇએ. તો અનુસૂચિત જનજાતિ (ST) અને અનુસૂચિત જાતિ (SC)ની મહિલાઓ માટે આ સીમા 4 બાળકોની છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન (MMU)ની જાહેરાત કરી. તે વર્ષ 2021માં તેમની જાહેરાતને અનુરૂપ છે કે રાજ્ય સરકાર પાસે વિશિષ્ઠ રાજ્ય નાણાકીય પોષિત યોજનાઓ હેઠળ લાભ પ્રાપ્ત કરવા માટે 2 બાળકોની નીતિ હશે. જો કે, MMU યોજના માટે માપદંડોમાં હાલમાં ઢીલ આપવામાં આવી છે. મોરન, મોટોક અને ચાય જનજાતિઓ જે ST દરજ્જાની માગ કરી રહી છે, તેમના પર પણ 4 બાળકોની સીમા લગાવવામાં આવી છે.

આ યોજનાનું ઉદ્દેશ્ય રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સ્વયં સહાયતા ગ્રુપોનો હિસ્સો બનેલી મહિલાઓને નાના ગ્રામીણ ઉદ્યમીઓના રૂપમાં આગળ વધવામાં મદદ કરવાનું છે. તેનું લક્ષ્ય દરેક સભ્ય માટે 1 લાખ રૂપિયાની વાર્ષિક આવક છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, આ યોજનાઓને બાળકોની સંખ્યા સાથે જોડાવાનો તર્ક એ સુનિશ્ચિત કરવાનું હતું કે મહિલાઓ પોતાના વ્યવસાય સ્થાપિત કરવા માટે ધનનો ઉપયોગ કરે. જો એક મહિલાના 4 બાળકો છે તો તેને પૈસા ખર્ચ કરવાનો સમય ક્યાંથી મળશે? તે બાળકોને ભણાવવામાં વ્યસ્ત રહેશે. ગ્રામીણ આસામમાં સ્વયં સહાયતા ગ્રુપોમાં 39 લાખ મહિલાઓમાંથી બાળકોની સંખ્યાની સીમાના કારણે લગભગ 5 લાખ યોજનાઓથી બહાર કરવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp