બિહાર ફ્લોર ટેસ્ટ: તેજસ્વી યાદવે નીતિશ કુમાર અને ભાજપને ફીણ લાવી દીધું
બિહારમાં સોમવારે નીતિશ કુમારે ફ્લોટ ટેસ્ટમાં જીત તો મેળવી દીધી છે, પરંતુ RJDના તેજસ્વી યાદવે નીતિશ કુમાર અને ભાજપને ફીણ લાવી દીધું હતું. નીતિશ કુમારે આખી રાત ઉજાગરા કરવા પડ્યા કે ક્યાંક કોઇક ધારાસભ્ય તુટી ન જાય.
બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને બહુમત માટે 122 સીટોની જરૂર હોય છે. નીતિશ કુમારે NDA સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાની મંજૂરી તો મેળવી લીધી હતી, પરંતુ સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ રાખવામાં આવ્યો હતો. નીતિશ કુમાર અને NDA પાસે કુલ 127 ધારાસભ્યો હતા.
જ્યારે RJD પાસે કોંગ્રેસ અને લેફ્ટ સહિત કુલ 112 સીટો હતી. RJDને સરકાર બનાવવા માટે 8 ધારાસભ્યોની જરૂર હતી. તેજસ્વી યાદવે પોતાના અને કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના બંગલે બોલાવી દીધા હતા અને 2 દિવસ સુધી ડિનર પોલિટિક્સ ચાલ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp