J&Kની ચૂંટણીમાં અજીબ ઉમેદવાર! 54 ચૂંટણી લડ્યા છે વિજય, ડિપોઝીટ પણ જાય છે છતા...

PC: bbc.com

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે અને રાજ્યમાં રાજકીય માહોલ એકદમ ગરમ છે. આ ચૂંટણીમાં અલગ અલગ રાજકીય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવાર પોત પોતાના સ્તર પર ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. આ દરમિયાન વેલીમાં એક અનોખો પ્રચાર પણ જોવા મળી રહ્યો છે. હાથોમાં એક પ્લેકાર્ડ લઈને વિજય પ્રકાશ કાંડેકર નામના એક વૃદ્ધ પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જે મહારાષ્ટ્રના લાતૂર જિલ્લાના રહેવાસી છે. તેઓ પોતાના હાથોમાં પ્લેકાર્ડ લઈને આખા શ્રીનગર અને કાશ્મીરમાં ફરી રહ્યા છે.

નોંધવા જોગ વાત એ છે કે વિજય પ્રકાશ કાંડેકર મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને પંજાબ જેવા રાજ્યોમાં થનારી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમને દરેક ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિજય કાંડેકરે જણાવ્યું કે, ‘હું લાતુરથી છું. હું વિલાસ દેશમુખ વિરુદ્ધ હતો. તમે શિવરાજ પાટીલનું નામ સાંભળ્યું હશે, તેઓ પણ લાતુરથી છે અને ગૃહ મંત્રી અને સ્પીકર પણ હતા. હું તેમની સાથે ચૂંટણી લડ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે, સત્તા આતિશબાજી જેવી હોય છે. સત્તામાં કંઇ સમજણ પડતી નથી, પરાભાવથી ઊંડાઈ સમજણમાં આવે છે. મેં 25 વખત વિધાનસભા, 25 વખત લોકસભા અને 4 વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી છે. હું દરેક ચૂંટણી હાર્યો છું અને મારી ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે. વિજય પ્રકાશ કાંડેકર કહે છે કે આ ધરતી પર 800 કરોડ લોકો રહે છે અને 195 રાષ્ટ્ર છે.

વિજય પ્રકાશ નાયરે કહ્યું કે, હું એ પરિણામ પર આવ્યો છું કે બધી રાજકીય પાર્ટીઓ જનતાની દુશ્મન છે. તેમને રાજ્ય સાથે નહીં, પરંતુ પાર્ટીઓના ફંડ સાથે મતલબ છે. સત્તા મેળવી જુમલેબાજી કરવાનું જ જાણે છે. હું અપીલ કરું છું કે બધી પાર્ટીઓને હરાવો અને ડિપોઝિટ જપ્ત કરાવો. કોઈ પણ અપક્ષ ઉમેદવાર માટે બટન દબાવો. વિજય પ્રકાશ નાયરનું માનવું છે કે જમ્મુ-કશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં આ વખત અપક્ષ ઉમેદવારોનો દબદબો છે. આ જ કારણ છે કે તેઓ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં આ અનોખો પ્રચાર કરવા પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp