INDIA ગઠબંધને જોરદાર તૈયારીઓ કરી હતી, CM નીતિશને PMની ઓફર હતી, પરંતુ...

PC: thedailyguardian.com

JDUના નેતા KC ત્યાગીએ કહ્યું છે કે, જે નેતાઓએ અગાઉ CM નીતિશ કુમારને 'INDIA' અલાયન્સના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઈન્કાર કર્યો હતો, તેઓ તેમને PM બનવાની ઓફર કરી રહ્યા છે. KC ત્યાગીના આ નિવેદન પછી કેન્દ્રમાં નવી સરકારની રચના પહેલા રાજકીય ખળભળાટ મચી ગયો છે. જો કે KC ત્યાગીનું કહેવું છે કે, CM નીતીશ કુમારે INDIA ગઠબંધનની PM પદની ઓફર ફગાવી દીધી હતી.

JDUના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે, ઈન્ડિયા એલાયન્સના પ્રસ્તાવને સદંતર ફગાવી દેવામાં આવ્યો છે અને CM નીતિશ કુમાર NDAની સાથે મજબૂતીથી ઉભા છે. KC ત્યાગીએ મીડિયા સૂત્રો સાથે વાત કરતા આ રજૂઆત કરી હતી.

JDU નેતા KC ત્યાગીએ કહ્યું કે, કોંગ્રેસ અને અન્ય પક્ષોના ગેરવર્તણૂકને કારણે CM નીતિશ કુમારને આ જાન્યુઆરીમાં NDAમાં પાછા ફરવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે, હવે પાછળ ફરીને જોવાનો સવાલ જ નથી ઉભો થતો. CM નીતીશ કુમાર ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત આ વાત કહી ચૂક્યા છે. હવે જયારે અમે NDAના મૂલ્યવાન ભાગીદાર છીએ તો અમે PM નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરીશું.

KC ત્યાગીએ કહ્યું કે, CM નીતીશ કુમાર INDIA એલાયન્સના ઘટક પક્ષોને એકત્ર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. પરંતુ ત્યાર પછી સંજોગોને કારણે તેમણે INDIA એલાયન્સ છોડીને NDAમાં જોડાવું પડ્યું. હવે NDA સાથે પાર્ટીનું સન્માન પુનઃસ્થાપિત થયું છે. CM નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજકારણમાં મોટા ભાગીદાર બની ગયા છે. JDUને તેના સહયોગી NDA અને BJP તરફથી ઘણું માન સન્માન મળી રહ્યું છે.

આ દરમિયાન રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, નવી સરકારમાં JDUના સાંસદોને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી પદ માટે રાજ્યસભાના સાંસદ સંજય કુમાર ઝા સૌથી આગળ છે. મંત્રી પદની રેસમાં JDUના અન્ય નેતાઓમાં રામનાથ ઠાકુર અને રામપ્રીત મંડલના નામની પણ ચર્ચા થઈ રહી છે. ચર્ચા એવી પણ છે કે, JDUને બે કેબિનેટ પદ અને એક રાજ્ય મંત્રી પદ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp