31 માર્ચે INDIA ગઠબંધનનું દિલ્હીમાં શક્તિ પ્રદર્શન, 3 મુદ્દા પર હલ્લાબોલ

PC: jagran.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં ન આવે, ભાજપ સત્તાથી દુર રહે તેના માટે 28 જેટલા વિપક્ષોએ ભેગા થઇને INDIA ગઠબંધન બનાવેલું છે અને આ ગઠબંધને હજુ સુધી શક્તિ પ્રદર્શન કર્યું નથી, પરંતુ હવે 31 માર્ચે રવિવારે INDIA ગઠબંધનના મોટા નેતાઓ દિલ્હીના રામલીલા મેદાનમાં ભેગા થઇને શક્તિ પ્રદર્શન કરી કરવાના છે. આ રેલીમાં સૂત્ર રાખવામાં આવ્યું છે તાનાશાહી હટાવો, લોકશાહી બચાવો.

INDIA ગઠબંધનાન બેનર હેઠળ 31 માર્ચને રવિવારે રામલીલા મેદાનમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 મુદ્દાઓ છે. એક તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી તેનો વિરોધ કરવામાં આવશે. એ જ રીતે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડનો પણ વિરોધ થશે અને કોંગ્રેસના બેંક ખાતા સીલ કરી દેવામાં આવ્યા તેનો વિરોધ જાહેર થશે.

 આ રેલીમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp