INDIA ગઠબંધની કમિટીએ સીટ શેરીંગ માટે 20 બેઠક કરી, પરિણામ ઝીરો

PC: abplive.com

લોકસભા 2024માં કેન્દ્રમાં પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સત્તામાં ન આવે એટલા માટે 28 વિપક્ષોએ ભેગા થઇને INDIA ગઠબંધન બનાવેલું છે. સીટ શેરીંગ માટે 5 સ્યોની કમિટી બનાવવમાં આવી છે, જેમાં અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુરશીદ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશને સામેલ કરવામાં આવ્યા છે.

આ કમિટીએ 60 દિવસમાં 20 બેઠકો કરી, પરંતુ સીટ શેરીંગની બાબતમાં હજુ સુધી કોઇ પરિણા મળ્યું નથી.સૌથી વધારે બેઠકો આમ આદમી પાર્ટી સાથે કરવામાં આવી.રાજકારણના જાણકારોનું કહેવું છે કે 3 પોઇન્ટને કારણે સીટ શેરીંગ શક્ય બનતું નથી.

એક તો સીટ શેરીંગ માટે કોઇ ફોર્મ્યુલા તૈયાર કરવામાં નથી આવી, બીજું કે કોંગ્રેસના હાઇ કમાન્ડના નેતા INDIA ગઠબંધન માટે સાવ નિષક્રીય છે. ત્રીજું કારણ એ છે કે બધી પાર્ટીઓને કેન્દ્રીય એજન્સીઓનો ડર છે અને એટલે હમણાં સીટ શેર કરવા માંગતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp