INDIA ગઠબંધને મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ કરી લીધી, જાણો, કોને કેટલી મળી?

INDIA ગઠબંધને મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી માટે સીટ શેરીંગ માટે સમજૂતી કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જેમાં કોંગ્રેસે 20 બેઠક પર, શિવસેના (UBT) 20, શરદ પવારની NCP 6 અને 2 બેઠક બહુજન વંચિત અઘાડી પાર્ટીને આપવામાં આવી છે.

મહારાષ્ટ્રના પોલિટિક્સની વાત કરીએ તો ભાજપે અંગ્રેજોની સ્ટાઇલમાં શિવસેના અને NCPમાં ઉભા ફાડિયા પાડી દીધા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. તે વખતે શિવસેના વિભાજીત નહોતી થઇ. ભાજપે 23 અને શિવસેનાએ 18 બેઠકો પર જીત મેળવી હતી. તે વખતે NCPને 4 બેઠકો મળી હતી અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી હતી.

હવે શિવસેના અને NCPના ફાડચા થવાને કારણે કોંગ્રેસને ફાયદો થયો છે અને આ વખતે 20 બેઠકો મળી ગઇ છે. ભાજપે પણ એકનાશ શિંદે અને અજિત પવાર ગ્રુપ સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવેલી છે એટલે ભાજપને પણ મોટો ફાયદો થવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp