મિઝોરમમાં ઈન્દિરા ગાંધીના બોડીગાર્ડની પાર્ટી બનાવશે સરકાર, ઇતિહાસ રસપ્રદ છે
વર્ષ 2012માં દિલ્હીના રાજકારણમાં એક મોટો બદલાવ જોવા મળ્યો હતો. વર્ષોથી સત્તા પર ચિટકેલી કોંગ્રેસને પડકાર ફેંકવા માટે એક નવી પાર્ટી મેદાનમાં આવી હતી અને તેનું નામ હતું આમ આદમી પાર્ટી. હવે દિલ્હીથી 2,000 કિ.મી દુર આવેલા મિઝોરમમાં પણ આવું બન્યું છે. 6 નાની નાની રાજકિય પાર્ટીઓએ ભેગા થઇને મિઝોરમમાં એક ગઠબંધન બનાવ્યું હતું જેનું નામ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)રાખવામાં આવ્યું હતું. આ પાર્ટી હજુ 4 વર્ષ પહેલાં જ બની હતી. આ પાર્ટીએ વર્ષોથી સત્તામાં જામેલા કોંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને મોટો ઝટકો આપ્યો છે. ZPMનો ઇતિહાસ રસપ્રદ અને જાણવા જેવો છે.
મિઝોરમને 1972માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું, ત્યાં સુધી તે આસામ રાજ્યનો જિલ્લો હતું. બરાબર 15 વર્ષ પછી, મિઝો નેશનલ ફ્રન્ટ એટલે કે MNFના આંદોલનને કારણે, તેને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. લાલડેંગા જે મિઝો આંદોલનના નેતા હતા તેઓ તે વખતે સમગ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બની ગયા હતા.
થોડા વર્ષો પછી લાલડેંગાનું નિધન થયું અને તેમના ઉત્તરાધિકારી જોરામથાંગા મુખ્યમંત્રી બન્યા અને અત્યાર સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. કોંગ્રેસ પણ મજબુત સ્થિતમાં હતી. કોંગ્રેસના નેતા લાલથનહવલા પણ 3 વખત મિઝોરમના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મિઝોરમ સંપૂર્ણ રાજ્ય બન્યા પછી તેની પર MNF અથવા કોંગ્રેસે જ રાજ કર્યું.
2017 માં, 6 રાજકીય પક્ષોએ સાથે મળીને એક મૂવમેન્ટ જૂથ બનાવ્યું. તેને 'ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ' નામ આપવામાં આવ્યું હતું. આ 6 પક્ષોમાં મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ,ઝોરમ નેશનલ પાર્ટી, ઝોરમ એક્ઝોડસ મૂવમેન્ટ
ઝોરરામ ડિસેન્ટ્રલાઇઝડ ફ્રન્ટ ઝોરમ રિફોર્મેશન ફ્રન્ટનો સમાવેશ થતો હતો.
સૌથી રસપ્રદ વાત એ છેકે મિઝોરમ પીપલ્સ પાર્ટી અને અત્યારે ZPMના મુખ્ય લીડર લાલદુહોમા સ્વ. ઇંદિરા ગાંધીના સિક્યોરિટી ચીફ રહી ચૂક્યા છે.
લાલડુહોમા આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. લાલદુહોમા એક નિવૃત્ત IPS અધિકારી છે જે એક સમયે ઈન્દિરા ગાંધીના સુરક્ષા ચીફ હતા. આ એ જ વ્યક્તિ છે જ્યારે મિઝોરમમાં મિઝો નેશનલ ફેમીન ફ્રન્ટ તેની ટોચ પર હતું અને MNF ચીફ લાલડેંગાની લોકપ્રિયતા વધી રહી હતી. તેમણે અલગ દેશની માંગ માટે હિંસાનો માર્ગ અપનાવ્યો હતો. પછી લાલડુહોમાને ઈન્દિરા ગાંધીએ લાલડેંગા સાથે વાત કરવા મોકલ્યા હતા.આ સિવાય લાલદુહોમા મિઝોરમ લોકસભા સીટથી સાંસદ પણ રહી ચુક્યા છે.
2018ની વિધાનસભા ચૂંટણીમાં, આંદોલનકારી જૂથ ZPM એ કેટલાક અપક્ષ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. આ જૂથના ઉમેદવારોએ કુલ 40 બેઠકોમાંથી 36 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ તમામ ઉમેદવારો એક જ ચૂંટણી ચિન્હ અને વિચારધારા પર લડ્યા હતા જેમાંથી 8 ઉમેદવારો જીત્યા હતા. કોંગ્રેસની સરકાર હતી, પરંતુ ZPMના વડા લાલદુહોમાએ મુખ્ય પ્રધાન પીયુ લાલથાનહવલાને સેરછિપ બેઠક પરથી હરાવ્યા હતા.
જો કે MNF સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું, સરકાર રચાઈ, જોરમથાંગા ફરીથી મુખ્યમંત્રી બન્યા.
40 બેઠકોવાળી મિઝોરમ વિધાનસભામાં અત્યાર સુધી, માત્ર કોંગ્રેસ અને MNF સત્તા પર પોતાનો અધિકાર દર્શાવી રહી હતી. છ ZPM માટે વસ્તુઓ અચાનક થોડી બદલાઈ ગઈ હતી. પરંતુ અત્યારે પણ વિજેતા ઉમેદવારો અપક્ષ હતા. ZPM પક્ષોએ તેને આંદોલનથી અલગ પક્ષ બનાવવાની જાહેરાત કરી.
જાન્યુઆરી 2019માં, ZPMએ ચૂંટણી પંચમાં પક્ષની નોંધણી માટે અરજી કરી અને જુલાઈ સુધીમાં ચૂંટણી પંચે પણ
વર્ષ 2023, આ વર્ષ ZPM માટે સૌથી મહત્વપૂર્ણ હતું. લુંગલી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી આ જ વર્ષે યોજાઈ હતી. ZPMએ આ ચૂંટણીમાં તમામ પક્ષોને હરાવ્યા હતા. કાઉન્સિલની 11માંથી 11 બેઠકો જીતીને એ સ્પષ્ટ થઈ ગયું કે મિઝોરમમાં એક નવો ખેલાડી આવ્યો છે. હવે લાલડુહોમા 2023ની વિધાનસભા ચૂંટણીમાં ZPM તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp