ઉત્તર પ્રદેશમાં માયાવતીને બદલે આ યુવાન નેતા દલિતોના મસિહા બનશે?

PC: ndtv.com

ઉત્તર પ્રદેશમા લોકસભાની ચૂંટણીમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી. 80 બેઠકોમાંથી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી મેદાન મારી ગઇ. જે સપાને 2019માં માત્ર 5 બેઠકો મળી હતી, તેને બદલે 37 બેઠકો મળી અને જે કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં કોઇ સ્થાન નહોતું તેને પણ 6 બેઠકો મળી ગઇ. પરંતુ એક નવું સમીકરણ એ પણ સામે આવ્યુ કે નગીના સીટ પર આઝાદ સમાજ પાર્ટી અને ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ ભાજપ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને હરાવીને લોકસભા સીટ જીત્યા.

ચંદ્રશેખર આઝાદ માત્ર જીત્યા જ એટલું નહીં પણ સાથે સાથે 1.50 લાખની લીડ પણ મેળવી. આ જીતને માત્ર ઉત્તર પ્રદેશ જ નહી, પરંતુ દેશના રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ મોડ તરીકે માનવામાં આવે છે. રાજકીય પંડિતોનું કહેવું છે કે ચંદ્રશેખર આઝાદ એક નવા દલિત આઇકોન નેતા તરીકે ઉભરી રહ્યા છે અને માયાવતીના પ્રભુત્વને પડકારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp