AIMIM ભાજપની B ટીમ છે? જાણો ઔવેસીએ શું આપ્યો જવાબ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમા કિંગમેકર બનવાની આશાએ AIMIMના પ્રમુખ ઔવેસીએ 17 ઉમેદવારો મેદાનમાં ઉતારેલા છે. 13 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારાને ટિકિટ મળી છે અને 4 બેઠકો પર દલિતને ટિકિટ આપવામાં આવી છે.
ઔવેસીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, અમે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને ગઠબંધનમાં અમને સામેલ કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ તેમણે અમારી વાત પર ધ્યાન આપ્યું જ નહીં. આ પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં પણ ઔવેસીને સામેલ કરવામાં નહોતા આવ્યા.
વિપક્ષ ઔવેસીને ભાજપની B ટીમ હોવાનું કહે છે એવા સવાલના જવાબમાં ઔવેસીએ કહ્યું કે, જો તમે અમને ગઠબંધનમાં સામેલ નહીં કરશો તો અમે ચૂંટણી તો લડવાના જ છીએ. અમારી પણ રાજકીય પાર્ટી છે અને મહારાષ્ટ્રમાં 2 ધારાસભ્ય, કોર્પોરેટરો પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp