શું વારાણસીમાં PM મોદીની લીડ ઘટવા માટે સી આર પાટીલ જવાબદાર છે?
લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાસણીની બેઠક પરથી જીત્યા તો ખરા, પરંતુ તેમની લીડ ઘણી ઓછી આવી. વર્ષ 2019માં જ્યાં પ્રધાનમંત્રી મોદીને 4.79 લાખની લીડ મળી હતી તેની સામે આ વખતે માત્ર 1.50 લાખની જ લીડ મળી.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકસભા વિસ્તારમાં ઓછી લીડ માટે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જવાબદાર છે, કારણકે તેમને વારાણસીમાં પ્રચારથી માંડીને મતદાન સુધીની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની સાથે ગુજરાતમાંથી હર્ષ સંઘવી, રૂષીકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ વારાણસી ગયા હતા. સી આર પાટીલે કાર્યકરો અને નેતાઓ પર વટ પાડવા સિવાય કોઇ કામ કર્યું નહોતું. તેમની સાથે ગયેલા નેતાઓએ પણ હોટલોમાં માત્ર જલસા કર્યા હતા. છેલ્લી ઘડીએ બાજી અમિત શાહે હાથમાં લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp