દિલ્હીના CM બનેલા આતિશી ખ્રિસ્તી છે કે પંજાબી?

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશી માર્લેના સિંહનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે આતિથી ખ્રિસ્તી છે કે પંજાબી? આતિશી વિશે તમને અમે ઘણી જાણકારી આપીશું. આતિશીના પિતા વિજય સિંહ પંજાબી રાજપુત છે અને માતાનું નામ ડો. તૃપ્તા વાહી છે. માતા-પિતા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.

આતિશીના પિતા વિજય સિંહ ડાબેરી વિચારધારા ધરાવતા અને આતિશી નાનપણથી બોલકા હતા. પિતાએ ડાબેરી વિચારધારાના જનક કાર્લ માર્ક્સ અને વ્લાદિમીર લેનિનનું નામ જોડીને આતિશીના નામ સાથે માર્લેના નામ જોડ્યું હતું. માર્લેના આતિશીની સરનેમ નથી, બલ્કે ઉપનામ છે. આતિશીએ 2003માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. રાજકારણમાં આવતા પહેલાં તેઓ આંધ્રપ્રદેશની રૂષી વેલી શાળામાં અંગ્રેજી અને ઇતિહાસ ભણાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp