શું રાહુલને બીજી કોર્ટનું સમન્સ મળ્યું તે યોગ્ય છે? જાણો પૂર્વ જસ્ટીસે શું કહ્યુ

PC: indianexpress.com

ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને તેમની ‘મોદી સરનેમ’ની ટિપ્પણી પર માનહાનિ કેસમા દોષિત ઠેરવીને 2 વર્ષની સજા કરી છે હવે 7 દિવસ પથી પટનાની એક કોર્ટે આ જ ટિપ્પણી પર 12 એપ્રિલે હાજર રહેવાનું સમન્સ મોકલ્યું છે. જો કે કેટલાંક વકીલો અને પૂર્વ ન્યાયાધીશ આ વાતને યોગ્ય માની રહ્યા નથી.

 ધ ક્વીન્ટ વેબસાઇટને રાહુલ ગાંધીને મળેલા સમન્સ વિશે વકીલો અને પૂર્વ ન્યાયાધીશોએ તેમની પ્રતિક્રિયા આપી છે. રાજસ્થાન અને મુંબઇ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નંદરાજોગનું કહેવું છે કે, જો તેમને પહેલાં જ એક ગુનામાં દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે, તો બીજી અદાલત ફરીથી કેસ ચલાવવા માટે પોતાના વિવેકનો પ્રયોગ કરી શકતી નથી.

કાયદા મુજબ, એક જ આરોપ માટે વ્યક્તિ પર બે વાર કેસ ચલાવી શકાતો નથી, કારણ કે આને કાયદાકીય રીતે "ડબલ જોખમ" કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના વકીલ પારસ નાથ સિંહે સમજાવ્યું કે ભારતીય બંધારણ બેવડા સંકટ સામે રક્ષણ પૂરું પાડે છે. 1) બંધારણની કલમ 20 (ગુના માટે સજાના સંદર્ભમાં રક્ષણ): કોઈ પણ વ્યક્તિ પર એક જ ગુના માટે એક કરતા વધુ વાર કેસ ચલાવવામાં આવશે નહીં અને સજા કરવામાં આવશે નહીં.  (2) Criminal Procedure Code  (CRPC) ની કલમ 300 કલમની પેટા-કલમ (1) લખ્યું છે કે,  એક વ્યકિત જેની સામે એક વખત સક્ષમ કોર્ટ દ્રારા કેસ ચલાવવામાં આવ્યો હોય અને આવા અપરાધ માટે દોષિત જાહેર કરાયા હોય કે નિદોર્ષ છોડ્યા છે. જ્યારે આવી સજા અથવા નિર્દોષ છુટકારો અમલમાં હોય, ત્યારે તે જ ગુના માટે ફરીથી પ્રયાસ કરવા માટે જવાબદાર રહેશે નહીં.

ડિસેમ્બર 2022 (TP ગોપાલક્રિષ્નન વિરુદ્ધ કેરળ રાજ્ય) માં સુપ્રીમ કોર્ટે પુષ્ટિ કરી હતી કે એક જ ગુના માટે વ્યક્તિ પર બે વાર કેસ ચલાવવાથી તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થશે.તથ્યોની સમાન શ્રેણીમાં સમાન ગુના માટે વ્યક્તિની કાર્યવાહી, જેના માટે તેને અગાઉ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે, અથવા દોષિત ઠેરવવામાં આવ્યો છે અને સજા કરવામાં આવી છે, તે વ્યક્તિના ગૌરવ સાથે જીવવાના અધિકારને પ્રભાવિત કરે છે. આમ, બેવડા જોખમની અવધારણાને ભારતના બંધારણની કલમ 21ના સંદર્ભમાં પણ સમજી શકાય છે.

તેથી, સામાન્ય રીતે, જ્યારે એક જ ગુના માટે વિવિધ રાજ્યોની અદાલતોમાં બહુવિધ FIR નોંધવામાં આવે છે, ત્યારે અદાલતો એ ફરિયાદોને ભેગી કરે છે અને પછી સુનાવણી કરે છે.

ઉદાહરણ તરીકે જોઇએ તો,રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી દ્વારા 2020 માં પ્રસારણના સંબંધમાં વિવિધ રાજ્યોમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR પર દાખલ કરવામાં આવેલી એક અરજીના જવાબમાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે,  એક વ્યકિતને જુદી જુદી કોર્ટ થનારી  અનેક કાર્યવાહી માટે આધીન બનાવવી કાર્યવાહીના સમાન કારણનું આધાર મૌલિક અધિકારોનું  ઉલ્લંઘન છે.

બીજું ઉદાહરણ જોઇએ તો, ઓલ્ટ ન્યૂઝના સહ સંસ્થાપક મોહમંદ ઝુબેરે પણ દલીલ કરી હતી કે, જો સુપ્રીમ કોર્ટ તેમની સામેની વિવાદીત ટ્વીટના કેસમાં FIR નહીં કરે તો, તેમને એક સાથે જોડીને એક જ જગ્યાએ પ્રાધાન્ય આપીને દિલ્હીમાં કેસ ચલાવવામાં આવે. એ પછી કોર્ટે ગયા વર્ષે જુલાઇ મહિનામાં આ બાબતે સંમિત આપી હતી.

પરંતુ પ્રથમ, એફઆઈઆર અને ટ્રાયલને એકસાથે જોડવા માટે, આરોપીએ તેની માંગ કરતી અરજી દાખલ કરવી પડશે. આ રાહત માત્ર સુપ્રીમ કોર્ટમાં જ માંગી શકાય છે, કારણ કે હાઈકોર્ટ પાસે ફોજદારી કેસને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપવાની સત્તા નથી હોતી.

પૂર્વ ન્યાયાધીશ પ્રદીપ નંદરાજોગે કહ્યું કે, આદર્શ રીતે, રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસ સંબંધમાં તેમની સામેની બધી FIRને જોડવાની માગ કરવી જોઇતી હતી.

રાહુલ ગાંધીએ તેમની સામેની તમામ FIR  ક્લબ કરવા માટે અરજી કરી નથી, તેથી તેઓ હજુ પણ હાઈકોર્ટમાં બીજા કેસને પડકારી શકે છે. સુપ્રીમ કોર્ટના વકીલ પારસનાથ સિંહે કહ્યુ કે, રાહુલ ગાંધી પટણા કોર્ટ દ્રારા જારી કરવામાં આવેલા નવા સમસ્નને હાઇકોર્ટમાં પડકારી શકે છે અને તેમણે એવું કરવું પણ જોઇએ. સિંહે કહ્યું કે, રાહુલ ગાંધીએ કોર્ટને કહેવું જોઇએ કે, જુઓ, આ કોર્ટ ટ્રાયલ આગળ ચલાવી શકે નહી, કારણ કે આ જ કેસમાં અન્ય કોર્ટે દોષિત જાહેર કરી દીધો છે.

પૂર્વ ન્યાયાધીશ નંદરાજોગે કહ્યું કે, પટના કોર્ટના મેજિસ્ટ્રેટે પણ, ખરેખરે, આ કેસમાં આગળ વધવાની જરૂર નહોતી. તેમણે કહ્યું કે, જો હું મેજિસ્ટ્રેટ હોત, તો મેં ફરિયાદીને કહ્યું હોત કે હું  FIR (જેના પર તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે) સમાન તમામ FIRના પ્રતિનિધિ તરીકે ગણીશ, કારણ કે દ્વેષ કોઈ વ્યક્તિ પ્રત્યે લક્ષ્યાંકિત ન હતો,  માત્ર ‘મોદી’  સરનેમ માટે લક્ષ્યાકિંત હતો.. એકંદરેઆ માટે તેમને પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યા છે, તેથી આ પૂરતું હશે.

પટના કેસ એપ્રિલ 2019નો છે, જ્યારે બીજેપી નેતા અને બિહારના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કથિત રીતે એવું કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી કેનીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, બધા ચોરોની સરનેમ 'મોદી' કેવી રીતે હોઈ શકે?. આ કેસમાં રાહુલ ગાંધીએ MP MLC કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ હતું એટલે જુલાઇ 2019માં રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp