મમતાનો એકલા ચૂંટણી લડવાનો નિર્ણય INDIA ગઠબંધનની રણનીતિનો ભાગ છે?

PC: india.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશે તે પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જિએ જાહેરાત કરી હતી કે બંગાળમાં TMC એકલા હાથે જ ચૂંટણી લડશે. આ પહેલા મમતાએ કોંગ્રેસને 2 બેઠકો આપવાની વાત કરી હતી, પરંતુ કોંગ્રેસે 6 બેઠકો માંગી હતી.

મમતા બેનર્જિના નિર્ણયને કારણે બીજા નેતાઓ પણ આવી જાહેરાત કરી શકે છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, પંજાબમાં અરવિંદ કેજરીવાલ, બિહારમાં નીતિશ કુમાર સીટ શેરીંગમાં પોતાના હાથ ઉપર રાખી શકે છે. મમતા બેનર્જિએ કહ્યું હતું કે, કોંગ્રેસની યાત્રાના કાર્યક્રમ શેર કરવામાં ન આવ્યો. જો આટલું પણ સમનવ્ય પણ થતું હોય તો પછી બંગાળમાં હું એકલી જ ચૂંટણી લડીશ.

જો કે રાજકાણના જાણકારોનું કહેવું છે કે, આ એક INDIA ગઠબંધનની રણનીતિનો ભાગ હોય શકે, બધા અલગ અલગ ચૂંટણી લડે, પરંતુ પછી બધા એક સાથા થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp